________________
ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ,
પુનર્નવીનીકરણ અને વિકાસની નવી દિશાઓ*
દિલીપ ચારણ
એકવીસમી શતાબ્દિમાં પ્રવેશ કરવાની સાથે-સાથે આપણે એક નવી સહસ્ત્રાબ્દીમાં પણ પ્રેવશ કર્યો છે. સભ્યતાઓ અને સભ્યતાના પુરુષાર્થની વાત કરવા માટે શતાબ્દિઓમાં નહીં પણ સહસ્ત્રાબ્દિઓના પુરુષાર્થનો વિચાર કરવો પડે છે. ખાસ કરીને ભારતીય સભ્યતાના સંદર્ભમાં આવો વિચાર અનિવાર્ય છે. ભારતીય સભ્યતાની પાસે ઓછામાં ઓછા પાંચ સહસ્ત્રાબ્દી સુધીની પ્રમાણભૂત ઈતિહાસની ધરોહર છે. સ્વયંને ભારતીય કહેવાનો અર્થ એ છે કે આપણને સુદૂર ભૂતકાળમાં રહેલા આપણી પરંપરાના મૂળનો અહેસાસ છે. જેના મૂળ હડપ્પા સભ્યતામાં જોઈ શકાય છે. આમ, ભારતીયતાની સંરચના એક લાંબા ભૂતકાળની ધરોહર પર રચાયેલ સરચના છે. ભવ્ય ભૂતકાળથી બનેલ આપણી સંરચના ભવિષ્યમાં સાચવી રાખવાની જવાબદારીનો અહેસાસ પણ આપણને થાય છે.
સાંપ્રતમાં ભારતીયતાની ઓળખનું રક્ષણ અથવા જાળવણીની ચિંતા કેમ ઉપસ્થિત થઈ છે? શું એટલા માટે કે ભવિષ્યમાં આપણને આપણી ઓળખ ગુમાવવાનો ખતરો દેખાય છે? શા માટે આપણે ભારતીય પરંપરાનું પૂનમૂલ્યાંકન અને એના વિકાસની નવી દિશાઓની વાત કરીએ છીએ? સ્વની ઓળખનો પ્રશ્ન આપણા સમયની સૌથી ગંભીર અને વિકટ સમસ્યાઓમાંની એક છે. જો આપણે ભારત સિવાય અન્ય કોઈ જગ્યાએ – અમેરિકામાં કે પશ્ચિમ યુરોપીય દેશોમાં જન્મ્યા હોત તો આવો પ્રશ્ન ઉપસ્થિત થાત નહી. યુરોપીય સભ્યતાઓ પોતાના ભવિષ્ય માટે નિશ્ચિત અને આશ્વસ્ત છે તેટલી ભારતીય, ચીની, પશ્ચિમ એશિયા અથવા ઈસ્લામી સભ્યતાઓ પોતાના ભવિષ્ય માટે નિશ્ચિંત અને આશ્વસ્ત નથી. બધી જ પશ્ચિમેતર સભ્યતાઓ આજે સંકટગ્રસ્ત પ્રજાતિઓ બની રહી છે. વર્તમાન વૈશ્વિકરણને કારણે અને વિશ્વના બીજા બધા જ માનવ સમુદાયો પર પશ્ચિમની પ્રજાતિઓના એકછત્ર વર્ચસ્વના કારણે, વિશ્વનો મોટાભાગનો વિસ્તાર પશ્ચિમ દ્વારા પરાજિત અને ઉપનિવેશી (સંસ્થાનવાદ) બની રહ્યો. જેના ફલસ્વરૂપ થોડાક જ સૈકાઓમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં રહેલી બહુમતી આદિવાસી પ્રજાતિઓ પૂર્ણતઃ વિલુપ્ત થઈ ચુકી છે. એટલું જ નહીં પણ * પ્રો. દયાકૃષ્ણના “તીસરી સહસ્ત્રાબ્દી મેં મારતીય અગતા કે પુરુષાર્થ : પુનર્નવીનીકરણ મૌર વિકાસ ફી
રૂં વિશાઈ, લેખનો સારગર્ભ.