Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ vol. XXXIII, 2010 વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા.. 163 અવરોધ અને અનુમતિ- જે તેની હંમેશની પ્રવૃત્તિ છે- વડે વિભક્ત બનતો તે પૌર્વાપર્યને પામે છે. ક્રમની સાથે યૌગપઘ' માટે પણ કાલ જવાબદાર છે અને યુગોના વિભાગ પણ “કાલ'ને કારણે છે. एवं यौगपद्यमपि क्रमविरोधी धर्मः कार्यगत: काले समारोप्यते । અહીં ફરી એક વાર, ભર્તૃહરિમાં રહેલા અદ્વૈત વેદાન્તી પોતાનું વેદાન્તી તત્ત્વચિંતન “કાલને લાગુ પાડે છે. कर्तृभेदात् तदर्थेषु प्रकर्षापचयौ गतः । સમતાં વિષમતાં વા ૪ : પ્રતિપદ્યતે | વા. ૫. ૩-૯-૩૧ જુદા જુદા કર્તાઓને કારણે તેમનાં કાર્યોમાં વૃદ્ધિ અને હાસને પ્રાપ્ત કરનાર તે એકલો (લાલ) સમ અને વિષમ બને છે. क्रियाभेदाद् यथैकस्मिन् तक्षाद्याख्या प्रवर्तते । જ્યાખેદાન્તર્થસ્મન્ ઋત્વીદ્યારોપનાયતે | વા. ૫. ૩-૯-૩૨ જેમ એક જ વ્યક્તિમાં તેનાં કાર્યોની ભિન્નતા પ્રમાણે સુથાર, લુહાર વગેરે નામ પ્રાપ્ત થાય છે તેમ ક્રિયાની ભિન્નતાને કારણે એક જ કાલનાં વસન્ત, ગ્રીષ્મઋતુ નામ પ્રાપ્ત થાય છે. અહીં બ્રહ્મસૂત્ર યથા ૨ તક્ષોમયથા ! (૨-૩-૪૦) સૂત્ર યાદ આવી શકે. आरम्भश्च क्रिया चैव निष्टा चेत्यभिधीयते । ધર્માન્તરITIમધ્યાસમેવાતું સંસાત્મ: || વા. ૫. ૩-૯-૩૩ ભાવાત્મક અને અભાવાત્મક પદાર્થોમાં જુદી જુદી ક્રિયાઓના જુદા જુદા આરોપને કારણે (એક જ કાલને) આરંભ (કાલ), ક્રિયા (કાલ) અને સમાપ્તિ (કાલ) કહેવાય છે. આમ એક જ કાલના ત્રણ વિભાગ પડે છે. આ વિભાગો, બધા જ નાના મોટા પદાર્થો માટે સરખા છે. નાના મોટા પદાર્થોના ભાગો નાનામોટા હોવાથી ઓછોવત્તો સમય લાગે છે. પણ, અવયવી તો સરખો જ સમય લેતા હોય છે. એટલે હિમાલય હોય કે કયણુક આમ તો, સરખા જ છે. તફાવત તેમના અવયવોના ઓછા વત્તાપણાને કારણે પડતો હોય છે. એટલા ભાગોમાં રહેલો તફાવત કાલ પર આરોપવામાં આવે છે. अन्यैस्तु भावैरन्येषां प्रचय परिकल्यते । નૈરિદ્ધિ સિમિતિ તેની પ્રતીયો | વા. ૫. ૩-૯-૩૫ જુદા જુદા પદાર્થોના તેમનાથી જુદા જુદા અવયવોને કારણે, (તેમનામાં) વૃદ્ધિની કલ્પના કરવામાં આવે છે. તેને લીધે આ ધીમું છે, આ ઝડપી છે એમ સમજાય છે. ક્રમને કારણે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય બને છે. ક્રિયાની સ્થિતિ પ્રમાણે, કાળના ભૂત, વર્તમાન અને ભવિષ્ય અને, તેના પેટા પ્રકારો (કુલ ૧૧)૧૮ પડે છે. એટલે, કાલના વિભાગો સાચા

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212