Book Title: Sambodhi 2010 Vol 33
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ 164 વિજય પંડ્યા SAMBODHI નથી પણ ક્રિયાને કારણે બને છે. ક્રિયાને કારણે કાલ ધીમો કે ઝડપી કહેવાય છે. આ વાત સમજાવવાની પરિભાષા ભર્તુહરિની અદ્વૈત વેદાન્તી છે. कियोपाधिश्च सन् भूतभविष्यद्वर्तमानता । પાદશબિરારવિમરુI: પ્રતિપદ્યતે | વા. ૫. ૩-૯-૩૯ ક્રિયાની ઉપાધિને કારણે, કાલના ત્રણ અને પેટા પ્રકારો સાથે અગિયાર ભેદ પડે છે. ભર્તૃહરિ વળી બીજી રીતે પણ આ તત્ત્વને જુએ છે. કાલની ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ શક્તિઓ છે, નહીં કે વિભાગો. જેના સંબંધથી ભાવો-પદાર્થો દર્શન અને અદર્શન-અવસ્થાને પામે છે. एक्स्य शक्तयः तिस्रः कालस्य समवस्थिताः ।। યત્સંવધેન માવાનાં ટુર્શનાર્શને સતામ્ II વા. ૫. ૩-૯-૪૯ એક કાલની ત્રણ શક્તિઓ નિશ્ચિત છે, જેમની સાથેના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા પદાર્થોનાં દર્શન અને અદર્શન સમજાય છે. ભૂત અને ભવિષ્ય એ પદાર્થોને તિરોહિત કરે છે, અને વર્તમાન પ્રક્ટ કરે છે. द्वाभ्यां स किल शक्तिभ्यां भावानां वरणात्मकः । જીતુ વર્તમાનાથા ભાવપપ્રશિની II વા. ૫. ૩-૯-૫૦ ભૂત અને ભવિષ્યની શક્તિથી કાલ પદાર્થોને ઢાંકનારો બને છે અને તેની વર્તમાનકાળ નામે શક્તિ પદાર્થોના રૂપને પ્રગટ કરનારી છે. પણ ભૂત-ભવિષ્યમાં થોડા ફેર છે. अनागता जन्मशक्तेः शक्तिरप्रतिबन्धिका । અતીતાવ્યા તુ યા શસ્તિયા ન” વિધ્યતે || વા. ૫.૩-૯-૫૧ ભવિષ્યશક્તિ, જન્મશક્તિનો અવરોધ કરવાની નથી પણ ભૂત નામે જે શક્તિ છે તેના વડે ઉત્પત્તિનો વિરોધ થાય છે. આગળ આપણે કાલની જે બે શક્તિઓ “અભ્યનુજ્ઞા’ અને ‘પ્રતિબન્ધ' જોઈ તેને પણ આ લાગુ પાડી શકાય છે. પણ, કાલ એક હોવા છતાં આમ વહેંચાય છે. विशिष्टमवधिं तं तमुपादाय प्रकल्पते । પ્રાતઃ નવતાવા. ક્ષણમાસ/મેમાન્ II વા. ૫, ૬-૯-૬૮ અવયવોવાળા (અનિત્ય) પદાર્થોનો નિશ્ચય કરનારો એક કાલ તે તે ઉદય, અસ્ત, વગેરેને ચોક્કસ અવધિ તરીકે લઈ, ક્ષણ, કાલ, માસ, ઋતુ એવા વિભાગોમાં વહેંચાય છે. વળી પદાર્થો-ભાવો આવે ને જાય, કાલમાં કોઈ ફેર પડતો નથી. મુસાફરોનું આવાગમન થાય કરે, બંધ થાય, રસ્તામાં કોઈ ફેર પડતો નથી તેમ.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212