________________
164
વિજય પંડ્યા
SAMBODHI
નથી પણ ક્રિયાને કારણે બને છે. ક્રિયાને કારણે કાલ ધીમો કે ઝડપી કહેવાય છે. આ વાત સમજાવવાની પરિભાષા ભર્તુહરિની અદ્વૈત વેદાન્તી છે.
कियोपाधिश्च सन् भूतभविष्यद्वर्तमानता ।
પાદશબિરારવિમરુI: પ્રતિપદ્યતે | વા. ૫. ૩-૯-૩૯ ક્રિયાની ઉપાધિને કારણે, કાલના ત્રણ અને પેટા પ્રકારો સાથે અગિયાર ભેદ પડે છે.
ભર્તૃહરિ વળી બીજી રીતે પણ આ તત્ત્વને જુએ છે. કાલની ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ શક્તિઓ છે, નહીં કે વિભાગો. જેના સંબંધથી ભાવો-પદાર્થો દર્શન અને અદર્શન-અવસ્થાને પામે છે.
एक्स्य शक्तयः तिस्रः कालस्य समवस्थिताः ।।
યત્સંવધેન માવાનાં ટુર્શનાર્શને સતામ્ II વા. ૫. ૩-૯-૪૯ એક કાલની ત્રણ શક્તિઓ નિશ્ચિત છે, જેમની સાથેના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા પદાર્થોનાં દર્શન અને અદર્શન સમજાય છે. ભૂત અને ભવિષ્ય એ પદાર્થોને તિરોહિત કરે છે, અને વર્તમાન પ્રક્ટ કરે છે.
द्वाभ्यां स किल शक्तिभ्यां भावानां वरणात्मकः ।
જીતુ વર્તમાનાથા ભાવપપ્રશિની II વા. ૫. ૩-૯-૫૦ ભૂત અને ભવિષ્યની શક્તિથી કાલ પદાર્થોને ઢાંકનારો બને છે અને તેની વર્તમાનકાળ નામે શક્તિ પદાર્થોના રૂપને પ્રગટ કરનારી છે. પણ ભૂત-ભવિષ્યમાં થોડા ફેર છે.
अनागता जन्मशक्तेः शक्तिरप्रतिबन्धिका ।
અતીતાવ્યા તુ યા શસ્તિયા ન” વિધ્યતે || વા. ૫.૩-૯-૫૧ ભવિષ્યશક્તિ, જન્મશક્તિનો અવરોધ કરવાની નથી પણ ભૂત નામે જે શક્તિ છે તેના વડે ઉત્પત્તિનો વિરોધ થાય છે.
આગળ આપણે કાલની જે બે શક્તિઓ “અભ્યનુજ્ઞા’ અને ‘પ્રતિબન્ધ' જોઈ તેને પણ આ લાગુ પાડી શકાય છે. પણ, કાલ એક હોવા છતાં આમ વહેંચાય છે.
विशिष्टमवधिं तं तमुपादाय प्रकल्पते ।
પ્રાતઃ નવતાવા. ક્ષણમાસ/મેમાન્ II વા. ૫, ૬-૯-૬૮ અવયવોવાળા (અનિત્ય) પદાર્થોનો નિશ્ચય કરનારો એક કાલ તે તે ઉદય, અસ્ત, વગેરેને ચોક્કસ અવધિ તરીકે લઈ, ક્ષણ, કાલ, માસ, ઋતુ એવા વિભાગોમાં વહેંચાય છે.
વળી પદાર્થો-ભાવો આવે ને જાય, કાલમાં કોઈ ફેર પડતો નથી. મુસાફરોનું આવાગમન થાય કરે, બંધ થાય, રસ્તામાં કોઈ ફેર પડતો નથી તેમ.