________________
Vol. XXXIII, 2010
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા
165
व्यतिक्रमेऽपि भावानां तस्य नास्ति व्यतिकराः ।
ન જાતિ પેટ્રેન મામેરોડક્તિ હીન I વા. ૫. ૩-૯-૭૪ પદાર્થોની અવસ્થાઓના વિનાશથી તે (કાલ)નો વિનાશ થતો નથી. ચાલનારાઓનું ચાલવું બંધ થઈ જતાં કાંઈ રસ્તો બંધ થઈ જતો નથી. એટલે કાલ એક જ છે પણ
बुद्ध्यवग्रहभेदाच्च व्यवहारात्मनि स्थितः ।
તાવાનેવ ક્ષ: કૃત્નિો યુમન્વન્તરાણ વા | વા.પ. ૩-૯-૬૯ બુદ્ધિમાં ભિન્નપણે સમજાતો હોવાથી, તે એક જ કાલ વ્યવહારમાં. યુગ અથવા મન્વન્તરરૂપે પ્રાપ્ત થાય છે.
આમ જોઈ શકાશે કે, ભર્તૃહરિની દાર્શનિક પ્રતિભાએ કાલનો કેવળ વ્યાકરણ પૂરતો વિચાર ન કરતાં, તેની તત્ત્વમીમાંસા કરી છે, અને અદ્વૈત વેદાન્તના ઢાંચામાં-તત્ત્વસ્વરૂપમાં ઢાળી છે. આમ વ્યાકરણાગ્રન્થનો આરંભ બ્રહ્મ વિશેના વિધાનથી ભર્તુહરિએ બહુ જ વિચારપૂર્વક કર્યો છે.
હેલારાજ ભર્તુહરિની કાયમીમાંસાને આ રીતે રજૂ કરે છે. આપણે, આ ખંડનું કર્તૃત્વ હેલારાજનું છે એમ જાણતા ન હોઈએ તો, શંકરાચાર્યનો ખંડ માનવાની ભૂલ કરી બેસીએ એ પ્રકારની અદ્વૈત વેદાન્તની પરિભાષાનો ઉપયોગ થયો છે.
अत एवैतम् कालदर्शनम् । अविद्यायां संसारहेतुभूतायां प्रथमं भेदावभासमयो हि संसारः । भेदश्च देशकालाभ्याम् । तत्र च कालभेदो जगत्सृष्टेराद्यः । अक्रमा हि पश्यन्तीरूपा संवित् प्राणवृत्तिमुपारूढा कालात्मना परिगृहीतक्रमेव. चकास्ति इति कृतिनिर्णयं वाक्यपदीये शब्दप्रभायामस्माभिस्तत एवावगमनीयम्। निष्क्रमं हि ब्रह्मतत्त्वं विद्यामयाकालकलितमविद्यावशात् क्रमरूपोपग्रहेण यथायथं विवर्तते इति कालनुवेधात् पदार्थानां क्रमेण प्रत्यवभासोऽनादिसिद्धजीवात्मजगतः सर्वस्य भेदजातस्याविद्यामयत्वात् । कालेऽपि दर्शनभेदेन योऽयं विभागः सोप्यविद्याभित् एव । आविर्भूतायां तु विद्यायां सर्वस्य भेदप्रपंचस्यापगमादयमप्यपैति । अतश्चात्र युक्तायुक्ततया विचारणं प्रयासमात्रफलमेव । व्यवहारे सर्वस्यैवासत्यतया तत्त्वव्यवस्थानुपपत्तेरित्यत्र तात्पर्यार्थः ।१४
તો આ છે કાલ વિશેનું દર્શન. સંસારનું કારણ બનેલી અવિદ્યામાં સૌ પ્રથમ ભેદના આભાસથી પૂર્ણ સંસાર જન્મે છે. ભેદ દેશ અને કાલને કારણે છે. કાલભેદ જગતની સૃષ્ટિમાં પ્રથમ છે. પશ્યન્તીના રૂપમાં ચેતના ક્રમ વગરની છે પણ એ જયારે પ્રાણ-પ્રવૃત્તિ સાથે જોડાય છે ત્યારે તે કાલરૂપે પ્રકાશે છે જાણે એને ક્રમ હોય. આ મેં વાક્યપદય પરની શબ્દપ્રભામાં ટીકામાં દર્શાવ્યું છે અને એ ગ્રંથમાંથી સમજવાનું છે. બ્રહ્મતત્ત્વ ક્રમ વગરનું છે, અને કાલથી અસર ન પામનારું વિદ્યાજ્ઞાનરૂપ છે. પણ અવિદ્યાને કારણે, એ ક્રમવાળુ બને છે અને આ કે તે રૂપે ભાસે છે. આમ કાલની અસરથી પદાર્થો ક્રમથી ભાસે છે. આ સર્વ ભેદો, અવિદ્યામય હોવાથી, જીવાત્મામાં અનાદિકાળથી ચાલ્યા આવે છે. કાલના પણ જે વિભાગ, જુદી જુદી દૃષ્ટિએ પડે છે તે, અવિદ્યાનાં જ પરિણામ છે.