________________
166
વિજય પંડ્યા
SAMBODHI
જ્ઞાનનો ઉદય થતાં, સર્વ ભેદપ્રપંચ દૂર થાય છે અને કાલના ભેદ પણ દૂર થાય છે. એટલા માટે, કાલના વિભાગ યોગ્ય છે કે નહીં તેની વિચારણા કેવળ શ્રમજનક છે. વ્યવહારમાં બધું જ અસત્ય હોવાથી તત્ત્વનો નિર્ણય થઈ શકે તેમ નથી. આ જ આનો અર્થ છે.
આ ઉપર્યુક્ત હેલારાજના ખંડમાં હેલારાજે “અવિદ્યાનો ઉલ્લેખ કર્યો છે. ભર્તુહરિએ પોતે જ વાક્યપદયમાં અવિદ્યાનો ઉલ્લેખ કર્યો છે.
शक्तयात्मदेवतापक्षैभिन्नं कालस्य दर्शनम् ।
પ્રથમ તવિદ્યાયાં યદ્ વિદાયાં ન વિદ્યતે || વા.૫. ૩-૯-૬૨ શક્તિ, આત્મા, દેવતા એવા જુદા જુદા અભિપ્રાયો કાલ અંગે છે. પ્રથમ અવિદ્યામાં દેખાતો તે કાલ વિદ્યામાં અસ્તિત્વ ધરાવતો નથી.
અવિદ્યાને કારણે એક અનેક બને છે, “કાલમાં ક્રમ ઉત્પન્ન થાય છે વગેરે. એક બીજી જગ્યાએ પણ ભર્તુહરિએ “અવિદ્યા' શબ્દ પ્રયોજયો છે.
शास्त्रेषु प्रक्रियाभेदैसविद्यैवोपवर्ण्यते ।
અનામિવિરુત્વા તુ સ્વયે વિદ્યાવર્તત II વા. ૫. ૨-૨૩૩ વ્યાકરણ, વેદાન્ત વગેરે શાસ્ત્રોમાં જુદી જુદી ક્રિયાઓ વડે અવિદ્યા જ વર્ણવવામાં આવે છે. શાસ્ત્ર પ્રબોધેલા (પ્રકૃતિ, પ્રત્યય વગેરે) વિકલ્પો વિનાની વિદ્યા પોતાની મેળે જ પ્રગટ થાય છે.
આ કારિકાનો સંદર્ભ એવો છે કે, પદ અને તેનો અર્થ સાચા છે કે નહીં ? વૈયાકરણના મત પ્રમાણે વાક્યર્થ અવિભાજય છે, અને તે જ સત્ છે. અવિભાજ્યતા અને એકતા જ વિદ્યા છે, ભેદવિભાગ અવિદ્યા છે અને અવિદ્યા વિદ્યાને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ સંદર્ભમાં પેલો પ્રખ્યાતશ્લોક કે જેનો શબ્દશઃ ઉપયોગ અથવા એના ભાવનો ઉપયોગ વેદાન્તીઓ કરે છે.
उपायाः शिक्षमाणानां बालानामुपलालनाः ।
અસત્ય વર્માનિ સ્થિત્વા તત: સત્ય સમીતે || વા. ૫. ૨-૨૩૮ ઉપાયો, શિક્ષણ પામતા અલ્પજ્ઞાનીઓ માટે ઉપલાલનરૂપ સમજવા જોઈએ. (શાસ્ત્રપ્રક્રિયા રૂપી) અસત્ય માર્ગનું અનુસરણ કરતાં કરતાં અંતે વ્યક્તિ સત્યને (શબ્દરૂપ બ્રહ્મને) પામે છે.
અદ્વૈત વેદાન્તીઓ બ્રહ્મના તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણમાં આ સિદ્ધાન્તનો ઉપયોગ કરતા હોય છે. શંકરાચાર્ય આનંદમયાધિકરણમાં પણ આ પ્રકારના સિદ્ધાન્તનો ઉપયોગ, “અરુન્ધતીના તારા' ના ઉદાહરણમાં કરેલો જણાય છે.
એક અને અવિભાજય વિદ્યાના નાનાત્વને સમજાવવા માટે, ભતૃહરિએ ઉપર ટાંકેલી બન્ને કારિકામાં “અવિદ્યા’ શબ્દનો ઉપયોગ કર્યો છે, અને તેનો ઊંડો અર્થ એવો છે કે, જે નાનાત્વ છે, તે એકત્વ કરતાં ઓછું સત્ છે.