________________
Vol. XXXIII, 2010
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા..
167
આ અવિદ્યા શબ્દ વૃત્તિમાં તો ઘણી વાર આવે છે. અને વૃત્તિ જો ભર્તુહરિની માનીએ તો, ભર્તુહરિ અદ્વૈત વેદાન્તી છે એ બાબતમાં, કોઈ શંકા રહે તેમ નથી. વળી વૃત્તિમાં, પણ ઘણાં અવતરણો આવે છે. તેમાં પણ “અવિદ્યા' શબ્દ આવે છે, અને અવિદ્યાના સિદ્ધાન્તનું પ્રતિપાદન થયું છે. તો પછી એમ પણ કહી શકાય કે, “અવિદ્યાનો સિદ્ધાન્ત ભર્તુહરિને પરમ્પરા પ્રાપ્ત છે. વૃત્તિમાંનું એક ઉદ્ધરણ કહે છે.
मूर्तिक्रियाविवर्तावविद्याशक्तिप्रवृत्तिमात्रम् ।
तौ विद्यात्मनि तत्त्वान्यत्वाभ्यामनाख्येयौ । एतद्धि अविद्याया अविद्यात्वम् ।२० મૂર્ત પદાર્થો કે ક્રિયાઓનાં વિવર્તી અવિદ્યાશક્તિથી પ્રવૃત્તિઓ છે. તેઓ વિદ્યાત્મામાં સાથે એક છે. અથવા ભિન્ન છે એમ કહી શકાય તેમ નથી. એમાં તો, અવિદ્યાનું અવિદ્યાપણું છે. કેવલ અદ્વૈત વેદાન્તીઓને અનિવર્ચનીયતાના સિદ્ધાન્તનું અહીં તરત જ સ્મરણ થશે.
આ મૂર્તિવિવર્ત અને ક્રિયાવિવર્ત અનુક્રમે દિફ-શક્તિ અને કાલ-શક્તિનાં પરિણામો છે. જે સિદ્ધ છે તે મૂર્તિવિવર્ત છે અને જે સાધ્ય છે તે ક્રિયાવિવર્ત છે. એક બાજું પણ ઉદ્ધરણ વૃત્તિમાં મળે છે.
तदेतदमृतं ब्रह्म निर्विकारमविद्यया ।
कलुषत्वमिवापन्नं भेदरूपं विवर्तते ॥ અવિદ્યાથી આ અમૃત બ્રહ્મ નિર્વિકાર રહે છે; અને છતાં, જાણે કે કલુષિત થઈ, ભેદરૂપ ભાસે છે. હેલારાજ લખે છે :
द्रष्टापि जीवात्मा अविद्याकृतावच्छेदो नियतः संसारी भोक्ता ब्रह्मैव चेतनत्वाद्भावतो भेदानुपपत्तेरिति तत्रैवावेदितम् । कालशक्त्यवच्छिन्नो हि क्रियाविर्वतः दिक्शक्त्यावछिन्नश्च मूर्तिविवर्त इति मूर्तिक्रियाविवर्तरूपं विश्वं प्रतिपादितम् ।२१।। વળી તે આગળ લખે છે.
विकल्परूपं भजते तत्त्वमेवाविकल्पितम् ।
न चात्र कालभेदोऽस्ति कालभेदश्च गृह्यते ॥२२ દ્રષ્ટા જીવાત્મા અવિદ્યાએ કલ્પેલી મર્યાદાવાળો, મર્યાદિત સંસારી, ભોક્તા, પોતે બ્રહ્મ જ છે, અને, ચૈતન્યરૂપ હોવાથી ભેદ તેનામાં ઘટિત થતા નથી. એમ ત્યાં જ જણાવ્યું છે. કાલશક્તિથી અવચ્છિન્ન ક્રિયાવિર્વત છે, અને દિશક્તિથી અવચ્છિન્ન મૂર્તિવિવર્ત એમ મૂર્તિ, અને ક્રિયાવિવર્તરૂપ વિશ્વનું પ્રતિપાદન કર્યું છે.
અવિકલ્પિત તત્ત્વ જ વિકલ્પરૂપને પામે છે. અહીં કોઈ કાલભેદ છે નહીં પણ કાલભેદ બુદ્ધિથી સમજાય છે.
હેલારા વારંવાર અવિદ્યાનો સિદ્ધાન્ત પ્રતિપાદિત કરે છે. બ્રહ્મમાં ભેદ છે તે અવિદ્યાકલ્પિત છે અને ક્રમ ભાસે છે તે કાલકૃત છે.