________________
168
વિજય પંડ્યા
SAMBODHI
अक्रमे ब्रह्मणि भेदावभासनमविद्याकृतम् ।
तत्रैव क्रमाभासनं कालाख्यस्वातन्त्र्यशक्तिकृतम् ।२3 આમ વા. ૫. માં વિદ: શબ્દ બે સ્થળે પ્રયોજાયો છે અને બન્ને સ્થળે તે, તત્ત્વચિંતનાત્મક અર્થમાં વપરાયો છે, તે, હેલારાજના તર્ક પરથી સ્પષ્ટ થાય છે. (૨-૨૩૩, ૩-૯-૬૨ વા. પ.) વળી આ બન્ને સ્થળે ‘વિદ્યા” શબ્દ પણ પ્રયોજાયો છે અને તે પણ દાર્શનિક અર્થમાં પ્રયુક્ત છે. એટલે, ફ્રેન્ચ વિદુષી એમ. બિઆદુનું મંતવ્ય છે “અવિદ્યા” શબ્દ એક જ વાર પ્રયોજાયો છે તે બરાબર નથી, અને, તેઓનો મત છે કે અવિદ્યા શબ્દ એક વ્યાવહારિક અજ્ઞાનતાના અર્થમાં પ્રયોજાયો છે તે પણ બરાબર નથી.૨૪ સુબ્રહ્મમણ્ય ઐયર કહે છે તેમ the word occurs twice and that in both the contexts, it stands for a metaphysical principle, the division of one into many, a division which in some way, has a lesser reality than the undifferentiated one (પૃ. ૧૨૮)૨૫
હવે, એક, છેલ્લો પ્રશ્ન વિચારી લેવાનો રહે છે. બ્રહ્મ-શબ્દ તત્ત્વથી પ્રગટ થતું જગત્ અદ્વૈત વેદાન્તી અર્થમાં વિવર્ત છે કે પરિણામ છે?
વા. ૫.ની પહેલી જ કારિકામાં ‘વિવર્તતે' શબ્દ આવે છે. જો વા. ૫ ની વૃત્તિ અને તેમાં ઉદ્ભૂત થયેલાં અવતરણો, અને હેલારાજની ટીકા આ સર્વનો એક સાથે વિચાર કરીએ તો, અદ્વૈત વેદાન્તી અર્થમાં “વિવર્ત' શબ્દ પ્રયોજાયો છે એમ પ્રતીત થયા વગર રહેતું નથી. વળી એટલું પણ ચોક્કસ કે ભર્તુહરિની “વિવર્તની વિભાવના, તેમને પરમ્પરા પ્રાપ્ત છે, અને શબ્દકૌસ્તુભમાં દીક્ષિત કહે છે તેમ ભર્તુહરિ કોડી શોધવા ગયા અને તેમને વિવર્તરૂપી ચિન્તામણિ લાધ્યો રે એવું નથી.
ગૌરીનાથ શાસ્ત્રીના મંતવ્ય પ્રમાણે It appears to us, therefore, that Bhartrhari was not familiar with the difference in connotation of the two terms (Pariņāma and vivarta) which is usual in later philosophical literature. 20. એમના મત પ્રમાણે, ટીકાકારો પદના વેદાન્તી તત્ત્વદર્શનની અસર હેઠળ આવી, ભર્તૃહરિની કારિકાઓનું એ પ્રમાણેનું અર્થઘટન કરે છે જે, ભર્તુહરિને અભિપ્રેત ન હોય. તેમનો આ મત બ્રહ્મકાર્ડની વૃત્તિ ભર્તુહરિ રચિત નથી એ માન્યતા પર આધારિત છે. પણ, ભારતીય પરંપરા આ વૃત્તિને ભર્તુહરિ રચિત માને છે, ચારુદેવ શાત્રી પણ, એ પ્રમાણેનો મત ધરાવે છે. ગૌરીનાથ શાસ્ત્રીની સાથે, આગળ જેનો ઉલ્લેખ કર્યો તે, ફ્રેંચ વિદુષી એમ. બિઆદું (M. Biardeau) પણ આવો જ મત ધરાવતાં હોવાથી, તેઓ પણ, બ્રહ્મકાષ્ઠની વૃત્તિ ભર્તુહરિ રચિત માનતાં નથી અને તે પ્રમાણે, વિવર્તનો અર્થ “પરિણામ' કરે છે. તેઓ કહે છે The Being is not One and then many in the course of its evolution. Nor is it One really and many illusorily but it is One substantially and many phenomenally... Thus one understands why it would be inconceivable to look for and a fortiori, to find in Bhartrhari avidyā, metaphysical ignorance and māyā, cosmic illusion, which form the pivots of Vedantic thought.૨૯