________________
Vol. XXXIII, 2010
વ્યાકરણશાસ્ત્રની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકા.
169
અવિદ્યા શબ્દ જે રીતે ભર્તુહરિ પ્રયોજે છે અને ભર્તૃહરિની “કાલની જે વિભાવના છે, તે, દેખીતી રીતે વિવર્તવાદને અનુમોદનાં આપે છે.
હેરોલ્ડ કાવર્ડ પણ, કે. એ. સુબ્રમણ્યન ઐયરના આ અર્થઘટન સાથે સંમત થતા નથી. હેરોલ્ડ કાવર્ડ પોતાના ગ્રંથ Derrida and Indian philosophyમાં લખે છે કે “વાક્યપદીય'ના અતી અર્થઘટન કરવામાં તેઓ ભર્તુહરિ અને શંકર વચ્ચેની ભિન્નતાને ચૂકી જાય છે. હેરોલ્ડ કાવર્ડના મત પ્રમાણે, ભર્તૃહરિની કાલની વિભાવના અને શંકરાચાર્યની માયાની વિભાવનામાં ભિન્નતા, કાલ કે માયાના બ્રહ્મમાંના સ્થાન વિશે નથી. પણ, કાલ કે માયાની જે શક્તિઓ છે તેના વિશે છે. Bhartrhari's Kāla doctrine emphasizes the driving (Kalayati) power inherent in Brahman that is the first cause of the bursting forth of the worldly phenomena. The Advaita conception of māyā, although it does indeed in the Vivarana tradition, at least) locate māyā in Brahman does not seem to attribute to māyā the same degree of ontological pregnancy or 'driving force' as Bhartshari ascribes to kala.૩૦ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાન્ત સાથે, ભર્તૃહરિના સર્વ સિદ્ધાન્તો મળતા આવવા જોઈએ એવું જરૂરી નથી. “કાલ'ના ભર્તુહરિના સિદ્ધાન્તનું સમર્થન શંકરાચાર્યમાંથી ન મળે પણ, પછીના વેદાન્ત વિચારના વિકાસમાં માયાની બે પ્રકારની શક્તિઓ “આવરણ” અને “વિક્ષેપ” શક્તિ પર ભાર મૂકાયો છે એ ધ્યાનમાં રાખીએ તો, ભર્તૃહરિની અદ્વૈત વેદાન્તી દાર્શનિક ભૂમિકાને સ્વીકારવામાં કોઈ વૈચારિક મુશ્કેલી નડવી જોઈએ નહીં.
સંદર્ભો : 9. K. A. Subramania Iyer, Bharthari, A study of the Vākyapadīya in the
light of the Ancient Commentaries, pub. Deccan College, Poona, 1969
પૃ. ૧૦.
૨. અનુવાદ, જે. એમ. શુક્લ, ભર્તૃહરિનું વાક્યપદીય, ગુજરાતી અનુવાદ અને નોંધ, પ્રથમ આવૃત્તિ ફેબ્રુખારી
૧૯૮૪, ક્યાંક નજીવા ફેરફાર સિવાય, અનુવાદ શ્રી જે. એમ. શુક્લનો અહીં આપ્યો છે. વાક્યપદીના કારિકાસંદર્ભો, શ્રી જે. એમ. શુક્લની આવૃત્તિ પ્રમાણે છે. વાક્યપદીય (વા.૫.)ની ૧૨૪મી કારિકા પરની વૃત્તિ, વાવયવીય (પ્રથમ C), પરિષ્કર્તા ચારુદેવશાસ્ત્રી,
હર્મુપજ્ઞવૃત્તિસનાથે, વૃષભદેવ ટીકા સંક્ષેપમૃત, પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૪, પૃ.૧૦૯. ૪. એજન વા. ૫. ૧-૧૨૪ પરની વૃત્તિ, પૃ. ૧૮૯. ૫. એજન વા. ૫. ૧-૧ પરની વૃત્તિ, પૃ. ૪-૫. ૬. એજન વા. ૫. ૧-૧ પરની વૃત્તિ, પૃ. ૮. ૭. એજન વા. ૫. ૧-૧૨૨ પરની વૃત્તિ, પૃ. ૧૦૬. ૮. એજન વા. ૫. ૧-૧૨૨ પરની વૃત્તિ, પૃ. ૧૦૭. ૯. એજન વા. ૫. ૧-૧૩૨ પરની વૃત્તિ, પૃ. ૧૧૨.