________________
140
કાનજીભાઈ પટેલ
SAMBODHI
બની ચુકી હતી. જ્યારે જૈનોએ બૃહત્કથાને પોતાની પુરાણકથાના ક્લેવરમાં દાખલ કરી ત્યારે તે એક સુપ્રસિદ્ધ કવિની કૃતિ હોવા ઉપરાંત દેવકથાની ભવ્યતાથી પ્રકાશમાન પ્રાચીનતર યુગની રચના હતી. વસુદેવહિંડીમાં રામકથા અને કૃષ્ણ કથાના અનેક પ્રસંગો આવતા હોઈ પુરાણ, ચરિત અને લોકકથા એ ત્રણેનો આમાં સમાવેશ થયો છે. પણ બૃહત્કથાની જેમ તેમાં મળતી અવાંતર કથાઓ લોકકથાઓનો ભંડાર છે. પુરાણ શૈલી ધ્યાનમાં ન લઈએ તો એ એક ધર્મકથા/લોકકથાનો ગ્રંથ છે.
વસુદેવહિંડી'માં કૃષ્ણના પિતા વસુદેવનું જીવનચરિત્ર વર્ણવામાં આવ્યું છે. એટલે આ ગ્રંથનું સાચું નામ “વસુદેવહિડી' કે વસુદેવચરિત' એ વિચારવા જેવો પ્રશ્ન છે; કેમ કે મૂળ ગ્રંથકર્તાને ‘વંસુદેવચરિત' નામ ઉદિષ્ટ હોય એવા કેટલાક ઉલ્લેખો ગ્રંથમાં જોવા મળે છે; જેમ કે
१. अणुजाणंतु मं गुरुपरंपरागयं वसुदेवचरियं संगहं वन्नयिस्सं । | (વસુદેવહિંડી પ્રથમ ખંડ પૃ.૧) २. ततो भगवया सेणियस्स रण्णो सवन्नुमग्गेण वसुदेवचरियं कहियं ।
(વસુદેવહિંડી, પ્રથમ ખંડ પૃ.૨૬). ૩. ગ્રંથમાં કથોત્પત્તિ વિભાગમાં મળતી “બસ્મિલ્લહિંડી નું નામ પણ “ધમિલ્લચરિત’ આપ્યું છે.
આમ, મૂળ ગ્રંથકર્તાને “વસુદેવરિત નામ અભિપ્રેત છે. તો પછી “વસુદેવહિંડી” એવું નામ શાથી પ્રચલિત બન્યું એ બાબત વિચારણા માગી લે છે.
હિંદી શબ્દમાં પ્રાકૃત હિં' ધાતુ છે અને ચરિચ માં સંસ્કૃત ' ધાતુ છે. એ બન્ને ધાતુઓ સમાનાર્થી હોઈ હિંડી તેમજ ચરિત બન્નેનો અર્થ એક જ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યમાં હિંદી શબ્દ પરિભ્રમણકથાના અર્થમાં સુપરિચિત હતો અને ગુજરાતી તેમજ પ્રાકૃતમાં ‘હિંડ' ધાતુનો અર્થ ચાલવુંફરવું પરિભ્રમણ કરવું એવો થાય છે. એથી વસુદેવહિંડી એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા અને વર્ષોના પરિભ્રમણ દરમિયાન તેમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં. તથા અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર અનુભવો લીધા હતા. તેનો વૃતાન્ત એ વસુદેવહિંડીના કથાભાગનું મુખ્ય કલેવર છે. પણ જયાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધર્મકથાઓ, લોકકથાઓ તેમજ ધર્મપરાયણ સાધુઓ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્રો તથા બીજી અનેક વસ્તુઓનું નિરૂપણ કરીને, કવચિત સાહિત્ય સપ્રમાણતાનો ભોગ આપીને પણ આ ગ્રંથને એક મહાકાય ધર્મકથા તરીકે રજૂ કર્યો છે.
વસુદેવહિંડીની કથા મહાવીરસ્વામીએ શ્રેણિક રાજાને તથા સુધર્માસ્વામીએ શ્રેણિકના પુત્ર કુણિકને સંભળાવી હતી. અને એ જ કથા સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય જંબુસ્વામીને કહી હતી. પણ વસુદેવના પરિભ્રમણોનો મુખ્ય કથાભાગ ખુદ વસુદેવના મુખમાં જ મુકવામાં આવ્યો છે. યૌવન કાળના અનેકવિધ અનુભવો અને પરિભ્રમણો દરમ્યાન પોતે ભોગવેલા સુખ-દુઃખો વસુદેવ સ્વમુખે પોતાના યુવાન પૌત્રોને તેમની વિનંતિ ઉપરથી કહી સંભળાવે છે.