Book Title: Samayik Vigyan
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ દરેક પ્રકરણમાં પ્રશ્નોત્તરી આપીને આ વિષયમાં ઉઠતા અનેકવિધ પ્રશ્નોનું સુંદર સમાધાન કરવામાં આવ્યું છે. ટૂંકમાં આ ગ્રંથ સામાયિકનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા માટે ઘણો ઉપયોગી બને છે અને તેથી જ અમે પાઠકના કરકમળમાં મૂકી રહ્યા છીએ. આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપવા માટે અમે ૫. પૂ. વિવર્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજ્યજી મહારાજના ઘણા આભારી છીએ. આ ગ્રંથનું સમર્પણ સેવાભાવી સૌજન્યમૂતિ શ્રી ભાનુકુમાર એમ, દોશીએ સ્વીકાર્યું છે, તે માટે તેમના ખાસ આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશન–સમર્પણ નિમિત્તે તા. ૧૮-૧૨– ૭૭ રવિવારના રોજ બીરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલ સમારોહના અધ્યક્ષ, સ્વાગતાધ્યક્ષ, મુખ્ય મહેમાન તથા અતિથિવિશેષ કે જેમણે અમારા સાહિત્યસર્જન–પ્રકાશન–પ્રચારમાં સહૃદયતાભર્યો સાથે આપી અમારા કાર્યને સરલ બનાવ્યું છે, તેમને અનેકાનેક ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથમાં વંદના આપી અમારી પ્રવૃત્તિ પ્રત્યે શુભેચ્છા અને સહકારની લાગણી વ્યક્ત કરનાર દરેક મહાનુભાવનો અમે અંતઃકરણથી ઋણ–સ્વીકાર કરીએ છીએ. આ સમારોહના મંત્રીપદની જવાબદારી સંભાળવા માટે અમે શ્રી સુરેન્દ્ર એ. છેડા, પં. પૂનમચંદ કેવલચંદ શાહ, શ્રી રસિકલાલ નંદલાલ દોશી, શ્રી ભરત એમ. શાહ તથા શ્રી દેવેન્દ્ર પી. શાહનો તથા વેચાણવિભાગની જવાબદારી સ્વીકારવા માટે શ્રી પ્રવીણચંદ્ર સી. શાહને હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રંથપ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરનાર સર્વેનું અમે અંતરથી અભિવાદન કરીએ છીએ. આશા છે કે સાહિત્યપ્રેમી સહૃદયી સજને આ મહત્ત્વપૂર્ણ ગ્રંથના પ્રચારમાં બને તેટલે સાથ-સહકાર આપશે. – પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 598