________________
જ્યોતિર્મુખ
પ૯
૧૮૭
આત્મા નિર્ચન્થ છે - ગ્રંથિ રહિત છે. રાગવિહીન, શલ્યવિલન, સર્વદોષથી મુક્ત છે. એ નિષ્કામ છે, નિષ્ક્રોધ છે, માન-મદ રહિત છે. (શલ્ય કાંટો. નિદાન(સુખની માંગણી), માયા અને મિથ્યાત્વ આ ત્રણને શલ્ય કહેવામાં આવે છે.) જે માત્ર જ્ઞાયક છે તે નથી પ્રમત્ત કે નથી અપ્રમત્ત. શુદ્ધ આત્મામાં આવા ભેદ નથી. તે તો માત્ર જ્ઞાતા છે.
१८८
૧૮૯.
હું દેહ નથી, મન નથી, વાણી નથી, એમનું કારણ પણ નથી નથી કોઈનો પ્રેરક અને નથી કોઈનો અનુમોદક.
૧૯૦.
પોતાને શુદ્ધ સ્વરૂપે જાણનાર તથા અન્ય સર્વ પદાર્થોને પોતાથી પર સમજનાર કયો જ્ઞાની જન “ આ મારું છે” એમ બોલશે?
૧ ૯૧.
મમતાવિહીન, જ્ઞાન-દર્શનમય હું એક છું, શુદ્ધ છું, શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ, તન્મય બની આ સર્વ બાહ્યભાવોનો ક્ષ એ કરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org