________________
મોક્ષ માર્ગ
૧૦૯
૩૪૧.
સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય.
૩૪ ૨.
ગુણથી સાધુ થવાય છે અને દુર્ગુણથી અસાધુ. માટે ગુણોને સ્વીકારો, દુર્ગુણોને તજો. જે પોતે પોતાને જાણે છે – આત્મનિરીક્ષણ કરે છે અને રાગદ્વેષથી બચીને સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. દેહનો અનુરાગી, વિષયોમાં આસક્ત, કષાયથી ભરેલો અને આત્મસ્વરૂપના ભાન રહિત મુનિ સમ્યગ દર્શનથી પણ રહિત છે.
૩૪ ૩.
૩૪૪.
ઘણી બધી વાતો મુનિના કાને પડે છે. ઘણી બધી વસ્તુઓ મુનિની નજરે પડે છે; પરંતુ સાંભળેલું ને જોયેલું બધું એ કોઈને કહે નહિ.
૩૪પ.
સ્વાધ્યાય અને ધ્યાનમાં રુચિ રાખનારા એ મુનિઓ રાત્રે વધુ નિદ્રા કરતા નથી, સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં તેઓ નિદ્રાને આધીન થતા નથી.
૩૪૬.
મુનિ મમત્વ અને અહંકારથી રહિત હોય છે, સંસર્ગ અને આસક્તિથી દૂર રહે છે, ત્રસ અને સ્થાવર બધા. જીવો પ્રત્યે તેને સમદષ્ટિ હોય છે
૩૪૭.
લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા, માન-અપમાન-દરેકમાં મુનિ સમાનભાવ રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org