________________
૬ ૯૦.
૩૯. નયસુત્ર વસ્તુના આંશિક સ્વરૂપને પકડનારો, શ્રુતજ્ઞાનાધારિત અને જ્ઞાતાનો હદયગત જે આશય તેને નય કહે છે. જે નયને જાણે છે તે જ્ઞાની છે. (પ્રમાણજ્ઞાન વસ્તુના વિવિધ પાસાંને એક સાથે પકડનારું કથન છે. નયજ્ઞાન વસ્તુના કોઈ એક પાસાંની સાથે સંબંધ રાખે છે, અન્ય પાસા અંગે તે મૌન હોય છે. નય એટલે ભિન્ન ભિન્ન આશય અથવા દૃષ્ટિકોણ.) નયને સમજ્યા વિના કોઈ વ્યક્તિ સ્યાદ્વાદને સમજી શકે નહિ. માટે, એકાન્તવાદથી જેને બચવું હોય તેણે નચોને સારી રીતે સમજી લેવા.
૬ ૯૧.
૬ ૯ ર.
ધર્મ વિના કોઈ સુખી થવા ઈચ્છે અથવા પાણી વિના કોઈ તરસ છિપાવવા માગે તો તે વ્યક્તિ મૂર્ખ છે, તેમ નયના આધાર વિના. જે વ્યક્તિ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવા ઈચ્છે તે મૂઠ છે.
૬ ૯૩.
૬ ૯૪.
તીર્થકરની વાણીના બે મુખ્ય પ્રકાર છે – કેટલાંક વચન વસ્તુના સામાન્ય ધર્મના નિરૂપક છે, બીજાં વિશેષ ધર્મનાં નિરૂપક છે. સામાન્ય ધર્મપ્રતિપાદક દૃષ્ટિકોણને દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને વિશેષ ધર્મપ્રતિપાદક કથનને પર્યાયાર્થિક નય કહેવાય છે. બાકીના નયો આ બે નયના જ પેટાભેદ છે. જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે તે પર્યાયાર્થિક નયનો વિષય નથી અને જે પર્યાયાર્થિક નયનો વિષય છે તે કદી દ્રવ્યાર્દિકનો વિષય થતો નથી. (વ્યાર્થિક નય વસ્તુના સામાન્ય ધર્મનું જ ગ્રહણ કરે છે, પર્યાયાર્થિક નય વસ્તુના માત્ર વિશેષ ધર્મોનું જ ગ્રહણ કરે છે.) પર્યાયાર્થિક (વિશેષગ્રાહી) નયની દષ્ટિએ પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેમનો નાશ પણ થાય છે, જ્યારે દ્રવ્યાર્થિક (સામાન્યગ્રાહી) દષ્ટિએ બધું જ અનુત્પન્ન અને અવિનાશી છે.
૬ ૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org