Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 262
________________ સ્યાદ્વાદ ૭ર૬. ૨૩૭ જગતમાં કથનના જેટલા પ્રકાર છે તેટલા નય છે – જો તેમાં અન્ય-અન્ય દૃષ્ટિકોણોનો સ્વીકાર ગર્ભિત હોય તો; ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણવાળાં વચનો હઠવાદી હોય. તો મિથ્યા છે, બધાંનો સરવાળો થાય તો સમ્યક છે. (કોઈપણ વિધાન “આમ પણ હોઈ શકે” એવા આશય સાથે કરાય તો તે નય છે, કિન્તુ “આમ જ છે” એવા નિશ્ચયપૂર્વક કરાય તો તે મિસ્યા છે.) ૭ ૨૭. કોઈ વ્યક્તિએ જે એક નયથી એકાંગી કથન કર્યું હોય તેનો જવાબ તેના પ્રતિપક્ષી નય દ્વારા આપવો જોઈએ. અજ્ઞાન અથવા ઠેષબુદ્ધિથી કોઈએ સત્ય વાતમાં પણ દોષારોપણ કર્યું હોય તો તેનું નિવારણ પણ યોગ્ય નયનું આલંબન લઈને કરવું જોઈએ. ૭ ૨૮. સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચાં હોય છે, પણ કોઈ નય અન્ય નયના વિષયનો વિરોધ કરવાની શક્તિ ધરાવતો નથી. જેણે શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે તે વ્યક્તિ નયોમાં “આટલાં સાચાં અને આટલાં ખોટા” એવા વિભાગ પાડતો નથી. ૭૨ ૯. અન્ય દૃષ્ટિકોણોની ઉપેક્ષા કરનારા નયો કદી પરસ્પર સુમેળ સાધી શકતાં નથી તે બધા ભેગાં મળે તો પણ સમ્યકુ બનતા નથી, તેઓ વસ્તુનો સભ્ય બોધ પણ કરાવતા નથી. પરસ્પર વિરોધી એવા તે એકાંગી નયો, દુશ્મનની જેમ વર્તે છે અને વસ્તુસ્વરૂપના બોધમાં બાધક બને છે. એક બીજાથી જુદી પડતી વાતો કરનારા નય પણ જો અનેકાંતવાદનો આશ્રય લે તો, ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવનારા પણ એક રાજાને આધીન એવા સેવકોની જેમ અથવા આપસમાં લડનારા પરંતુ કોઈ તટસ્થ વ્યક્તિના કહ્યામાં રહેનાર વેપારીઓની જેમ, સમન્વય સાધી શકે છે. ૭૩ ૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281