Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 270
________________ સ્યાદવાદ ૭૪૯. ૨૪૫ અમૃત સમાન આ જિનવચન, જે પહેલાં કદી પ્રાપ્ત થયું ન હતું તે હવે મને મળ્યું છે. મેં સન્માર્ગ ગ્રહણ કરી. લીધો છે; હવે મને કશાનો – મરણનો પણ – ભય નથી. ૪૪. વીરસ્તવન. જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ અને સંયમ મારું શરણ છે અને શ્રમણ ભગવાન મહાવીર મારું શરણ છે. ૭પ૦. ૭પ૧. ૭પર. એ ભગવાન સર્વદર્શી હતા, પ્રત્યક્ષ જ્ઞાની હતા, નિર્મળ ચારિત્ર્યવાન હતા; પૈર્યવાન, સ્થિર, જગતના સર્વોત્તમ વિદ્વાન, પરિગ્રહથી પર, અભય અને જન્મમરણથી મુક્ત. હતા. ભગવાન મહાવીરની પ્રજ્ઞા વિશાળ હતી; તેઓ કદી એક સ્થળે રહેતા ન હતા. જગતના પ્રવાહને તેઓ તરી. ગયા હતા. ધીર, અનંતદર્શી હતા. સૂર્યની જેવા ઝળહળતા અથવા અગ્નિની જેમ પ્રકાશતા એ પ્રભુએ અજ્ઞાનના અંધકારને નષ્ટ કર્યો હતો. ૭૫૩. હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણના ઉપદેશકોમાં જ્ઞાતપુત્ર મહાવીર શ્રેષ્ઠ છે. ૭પ૪, સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે, વચનોમાં શ્રેષ્ઠ વચન નિષ્પાપ વચન છે, તપમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે; એમ જ, લોકોમાં શ્રેષ્ઠ પુરુષ ભગવાન મહાવીર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281