________________
સ્યાવાદ
૨૨૫ દ્રવ્યાર્થિક દૃષ્ટિકોણથી બધાં પદાર્થો માત્ર દ્રવ્ય જ છે. પણ પર્યાયાર્થિક નયના હિસાબે બધાં પદાર્થો ભિન્ન છે.
જ્યારે જે નયથી જોવામાં આવે ત્યારે તે વસ્તુ તેવી જ ભાસે છે.
૬૯૭.
જગતમાં જે દષ્ટિબિંદુ પર્યાયને ગૌણ કરી દ્રવ્યને જ લક્ષ્યમાં લે છે તે દ્રવ્યાર્થિક નય છે; એનાથી ઉલટું, દ્રવ્યને ગૌણ કરી પર્યાયને મહત્વ આપે છે તે પર્યાયાર્થિક નય છે. મૂળ નયો સાત છે : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
૬ ૯૮.
૬ ૯૯.
પ્રથમનાં ત્રણ દ્રવ્યાર્થિક છે, પછીનાં ચાર પર્યાયાર્થિક છે. બીજી રીતે પ્રથમનાં ચાર નય અર્થપ્રધાન છે, છેલ્લાં ત્રણ શબ્દપ્રધાન છે.
૭૦૦.
૭૦૧.
નૈગમ નય સામાન્ય, વિશેષ અને ક્યારેક બંને સાથે – એવાં જાતજાતનાં ધોરણોથી વસ્તુનું નિરૂપણ અથવા દૈનિક વ્યવહાર કરે છે. જેનો એક જ “ગમ” (ધોરણ) નથી તે નૈગમ. (નગમ નયના બદલાતાં ધોરણોનાં દૃષ્ટાંતો.) ભૂતકાળના પદાર્થ કે કાર્યનું વર્તમાનમાં આરોપણ કરે તે ભૂતનૈગમ. દા.ત. હજારો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો, એનું આજની તિથિ પર આરોપણ કરીને કહેવાય છે : “આજે ભગવાનનો જન્મ દિવસ છે.” રાંધવા - કરવાની ક્રિયા હજી શરૂ કરી હોય છતાં તે કાર્ય જાણે થઈ ગયું હોય તેમ કહેવું તે વર્તમાન નૈગમ નય છે. ખીચડી હજી ચૂલા પર હોય છતાં કોઈ પૂછે તો કહી દેવાય છે કે “આજે ખીચડી રાંધી છે”.
૭૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org