________________
મોક્ષ માર્ગ
૨૯૧
૨૯૨
૨૯૩.
૨૯૪.
૨૯૫.
૨૯૬.
૨૯૭.
Jain Education International
G-3
સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું.
જે હિત, મિત અને અલ્પ આહાર કરે છે તે વ્યક્તિને વૈદ્યોની જરૂર પડતી નથી. તે પોતે જ પોતાનો ચિકિત્સક હોય છે.
રસપ્રચુર ભોજન અધિક કદ્દી ન કરવું જોઈએ, કારણ કે સામા ચ રીતે રસયુક્ત આહાર મદવર્ધક છે અને મદોન્મત્ત પુરુષને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ સતાવે છે.
ઔષધિથી શાંત થયેલો રોગ જેમ પીડા આપતો બંધ થાય છે એમ, એકાંતનિવાસ કરનાર, અલ્પ આહાર કરનાર અને ઈન્દ્રિયોને નિયંત્રિત રાખનાર મુમુક્ષુને રાગરૂપી શત્રુ સતાવી શકતો નથી
જ્યા સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યા સુધી રોગો વધ્યા નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ
૨૨. દ્વિવિધ ધર્મસૂત્ર
જન્મ-જરા-મરણથી મુક્ત જિનેશ્વરોએ જગતમાં બે સાધનામાર્ગ દર્શાવ્યા છે : એક શ્રમણનો માર્ગ, બીજો શ્રાવકનો.
શ્રાવકધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે, તેના વગર શ્રાવક, શ્રાવક નથી. અને શ્રમણધર્મમાં ધ્યાન અને સ્વાધ્યાય મુખ્ય છે, તેના વગર શ્રમણ, શ્રમણ નથી.
For Private Personal Use Only
www.jainelibrary.org