Book Title: Samaj Dharma ane Sanskruti Author(s): Sukhlal Sanghavi Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ નિષ્ઠા સહિતના વિદ્યાકાર્યને તપ જણાવ્યું છે. અહીં તેમનાં વાક્યો આપ્તજન અને ઋષિપુરુષના ઉપદેશવાક્ય જેવાં હિતકારી અને છતાંય મિષ્ટ જેવા જણાય છે. માત્ર વિદ્યાર્થીઓને નહીં પણ શિક્ષકોને પણ જણાવે છે કે અધ્યાપકોનું ધર્મક્ષેત્ર એટલે વિદ્યાક્ષેત્ર, પોતાના ક્ષેત્રમાં જરાય ઢીલા થયા વગર સંદેહનો નાશ કરીને નિષ્ઠાવાન બનવાની તેમ જ વિવેક કેળવવાની શીખ આપે છે ત્યારે તેમણે વિદ્યાગતનો ઉત્કર્ષ થાય તેવી મધુર વાણી દ્વારા અનેકગણું કહી જાય છે. ધર્મના ક્ષેત્ર તરફ દૃષ્ટિપાત કરતાં કહે છે કે આજે તત્ત્વજ્ઞાન નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે એનું કારણ શું? પંડિતજીએ નિષ્પક્ષ થઈ જરા પણ ભય કે સંકોચ રાખ્યા વગર જ સ્પષ્ટ જણાવ્યું છે કે ધર્મગુર, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા અને નિષ્ક્રિયતા જ આ બધાના મૂળમાં છે. આજે પાંચ દાયકા પછી આપણે ધર્મક્ષેત્રની તરફ નજર નાખીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે ધર્મક્ષેત્રનાં વિભિન્ન અંગોની જડતાને કારણે ઘણુંબધું નુકસાન થયું છે. ધર્મક્ષેત્રની નિષ્ક્રિયતા જ સમાજને વધુ ને વધુ ધર્મવિમુખ થવામાં કારણભૂત બની રહી છે. આચાર અને વિચાર અંગેનું તેમનું ચિંતન અત્યંત મૌલિક છે. તે માટે જીવનશિલ્પનું મુખ્ય સાધન, જીવનપથ જેવા લેખોનું વાચન, ચિંતન, મનન જરૂરી છે. ધર્મનું ચિંતન આજના અનેક પ્રશ્નનું નિરાકરણ દર્શાવતો લેખ છે. તેમણે ધર્મના બે ભેદ કર્યા છે – દેહ અને આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિધિ-વિધાનો દેહ છે અને સત્ય, પ્રેમ, નિસ્વાર્થપણું, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્દગુણો આત્મા છે. ધર્મ આત્મારહિત બનતાં જ પંથોમાં અટવાઈ જાય છે. ગમે તેટલો મહાન ધર્મ હોય પણ તે જ્યારે બાહ્યક્રિયામાં અટવાઈ જાય છે ત્યારે તેનો આત્મા વિલીન થવા લાગે છે અને શનૈઃ શને અસ્તિત્વ ગુમાવવા લાગે છે. - ભારતીય દર્શનના આરૂઢ વિદ્વાન પ્રો. રાધેકૃષ્ણનના પુસ્તક ધર્મોનું મિલન ગ્રંથની પ્રસ્તાવના અહીં ધર્મપ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓમાં પ્રગટ થઈ છે. ધર્મ વિશેનું સમકાલીન ચિંતન અને તેની વિશેષતાઓનું વર્ણ આ લેખમાં સુપેરે થયું છે. અહીં પણ તેમણે ધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ અને આ બે તત્ત્વોની દોરવણી વચ્ચે ઘડાતો જીવનવ્યવહાર. પણ જ્યારે આવી દૃષ્ટિ બિડાઈ જાય છે ત્યારે સંકુચિતતા અને જડતા ઉદ્દભવે છે. આવી જડતા ધરાવનારના ભાવિ વિશે જણાવતાં કહે છે કે જો ધર્મ આવી સંકીર્ણતા નહીં છોડે તો તે માનવને અવશ્યમેવ તેજહીન બનાવશે. આમ તેમનું સૂક્ષ્મ તત્ત્વચિંતન આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. ધર્મ ઉપરના અન્ય લેખો, શાસ્ત્રમર્યાદા, શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચેનો શો ફેર ? સત્તાબળ અને સત્યબળ, સ્વરાજ્ય અને સુરાજ્ય, હરિજનો અને જૈનો, રાષ્ટ્રીય સદાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232