________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરવા અમને જાગૃત કર્યા અને અમને ચાર ગતિમાંથી ઉગારી લીધા. આ આપનો મહદ્ ઉપકાર અમારા બન્ને ઉપર તથા અમારા પરિવાર પર વર્તે છે. પૂજ્ય ગુરુદેવનાં કૃપા ભાજન બનવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.
સં. ૨૦૧૫માં આપની સાથે દક્ષિણયાત્રા કરી હતી. સિદ્ધક્ષેત્ર શ્રી ગિરનારજીની વંદના કરવા ઉપરાંત અનેક કુટુંબીજન સાથે શ્રી સમ્મદશિખરજી તથા અન્ય જૈન ક્ષેત્રોની યાત્રા પણ અનેકવાર કરી છે. તે ગુરુદેવશ્રી ! આપના પ્રતાપે છે.
અમે વતન છોડી પરદેશગમન કર્યું તે બધું વ્યાપાર-આર્થિક ઉપાર્જન અને લૌકિક સુખ અર્થે હતું. છતાં કલ્યાણ માર્ગની અંદરથી ઝંખના તો હતી જ તે સમયે ચેલાના વતની સ્વ. ધરમશીભાઈ દેવશીભાઈ પૂર્વ આફ્રિકામાં આવેલા અને વાંચન દ્વારા લોકોને પૂજ્ય ગુરુદેવની વાત સમજાવતા. તેમણે આ મહાન્ ગુરુને ઓળખાવ્યા, દર્શન કરાવ્યા, અને તે દ્વારા અમને પૂજ્ય ગુરુદેવના નિરૂપિત તત્ત્વમાં રસ તથા રૂચિ ઉત્પન્ન થયાં અમે તેઓશ્રીનાં પણ આભારી છીએ.
પ્રશમમૂર્તિ પૂજ્ય ભગવતીમાતા બહેનશ્રી ચંપાબેનનાં શ્રીમુખેથી ચૈતન્યતત્ત્વનાં રસભરપૂર અમૃત વચનો સાંભળવાનો લાભ પણ અમોને મળ્યો છે. પૂજ્ય ભગવતીમાતા પ્રત્યે પણ ઉતકૃત ભાવથી વંદન કરીએ છીએ.
સમાધિતંત્ર' ના પ્રકાશનમાં સહભાગી થવાનું મળતા અમે કૃતાર્થતાની લાગણી અનુભવીએ છીએ.
હે ગુરુદેવ! અનેક રીતે આપનો અમારા ઉપર ઉપકાર વર્તે છે. “અહો! અહો! શ્રી સદ્દગુરુ, કણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.”
હે નિસ્પૃહ કરુણાસાગર ગુરુદેવ! આપના ઉપકારનો બદલો વાળવા અમો અસમર્થ છીએ. ભવ પર્યત આપશ્રી પ્રત્યે અખંડપણે ભક્તિ રહો અને ભાવિ તીર્થાધિનાથ શ્રી સૂર્યકીર્તિનાથની ધર્મસભામાં શ્રોતા બનવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય એવી ભાવના ભાવીએ છીએ.
-અમે છીએ આપના દાસાનુદાસ
ભગવાનજી કચરાભાઈ શાહ શ્રીમતિ ડાહીબેન ભગવાનજી શાહ
મોમ્બાસા (કેન્યા)
:: ૧૧ ::
Please inform us of any errors on rajesh@AtmaDharma.com