________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૯૯
* जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा ।
जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बुधः ।।६४।। टीका- जीर्णे पुराणे वस्त्रे प्रावृते यथाऽऽत्मानं बुधो जीर्ण न मन्यते तथा जीर्णे वृद्ध स्वदेहेऽपि स्थितमात्मानं न जीर्ण वृद्धमात्मानं मन्यते बुधः।। ६४।।
શ્લોક ૬૪
અન્વયાર્થ : (યથા) જેવી રીતે (વચ્ચે પીળું) પહેરેલું વસ્ત્ર જીર્ણ થતાં (વુથ:) બુદ્ધિમાન પુરુષ (માત્માન) પોતાને એટલે પોતાના શરીરને (ની ને મુખ્યત્વે) જીર્ણ માનતો નથી, (તથા) તેવી રીતે (સ્વત્વે કપિ ની) પોતાનું શરીર જીર્ણ થતાં પણ (પુવ. ) અન્તરાત્મા (માત્માનં) આત્માને (નીર્થ ન મન્યત) જીર્ણ માનતો નથી.
ટીકા : જીર્ણ અર્થાત્ પુરાણું વસ્ત્ર પહેરવા છતાં, જેમ બુધ (ડાહ્યો માણસ) પોતાને (પોતાના શરીરને) જીર્ણ માનતો નથી, તેમ પોતાનો દેહ જીર્ણ-વૃદ્ધ થવા છતાં, તે અન્તરાત્મા (શરીરમાં) રહેલા આત્માને જીર્ણ-વૃદ્ધ માનતો નથી.
ભાવાર્થ : જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને જીર્ણ થએલું માનતો નથી, તેમ અન્તરાત્મા શરીર જીર્ણ થતાં, પોતાના આત્માને જીર્ણ માનતો નથી.
જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, એકના પરિણમનથી બીજાનું પરિણમન થતું નથી, તેમ શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન હોઈ શરીરના જીર્ણરૂપ પરિણમનથી આત્માનું જીર્ણરૂપ પરિણમન થતું નથી.
વિશેષ
શરીર જીર્ણ હોય; રોગગ્રસ્ત હોય, છતાં જીવ આત્મહિત કરી શકે છે એમ જ્ઞાની જાણે છે અને માને છે, તેથી શરીરની પ્રતિકૂળતામાં પણ તેની આત્મ-પ્રવૃત્તિ ચાલુ જ હોય છે.
અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ હોવાથી શરીરની પ્રતિકૂળતામાં તે આત્મહિત માટે પોતાને અસમર્થ સમજે છે. તે તો એમ જ માને છે કે શરીર સ્વસ્થ હોય-નીરોગી હોય તો જ ધર્મ થાય, જીર્ણ કે રોગગ્રસ્ત શરીરે ધર્મ ન થાય. એ એનો ભ્રમ છે. ૬૪.
*
जिण्णिं वत्थि जेम बुहु देहु ण मण्णइ जिण्णु। देहि जिणि णाणि त्तहँ अप्पु ण मण्णइ जिण्णु।। (२-१७९)
-પરમાત્મપ્રવાશે, યોગીન્દુવડા Please inform us of any errors on rajesh@AtmaDharma.com