________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૨૫ कथं तानि त्यजेदिति तेषां त्यागक्रमं दर्शयन्नाह --
अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः ।
त्याज्जेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।। ८४।। टीका- अव्रतानि हिंसादिनि प्रथमतः परित्यज्य व्रतेषु परिनिष्ठितो भवेत्। पश्चात्तान्यपि त्यजेत्। किं कृत्वा ? सम्प्राप्य। किं तत् ? परमं पदं परमवीतरागतालक्षणं क्षीणकषायगुणस्थानं। कस्य तत्पदं ? आत्मनः।। ८४।।
પુણ્ય અને પાપ-બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધારૂપ જ છે; બંને સંસારનું કારણ હોઈ એકરૂપ જ છે. માટે મોક્ષાર્થીએ તો એ બંનેનો ત્યાગ કરી શુદ્ધોપયોગની નિરંતર ભાવના ભાવી આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો યોગ્ય છે. ૮૩. તે કેવી રીતે તજવાં તેનો ત્યાગ ક્રમ દર્શાવી કહે છેઃ
શ્લોક ૮૪ અન્વયાર્થ : (અવ્રતાનિ) હિંસાદિક પાંચ અવ્રતોને (પરિત્યષ્ય) છોડીને (વ્રતેવુ) અહિંસાદિક વ્રતોમાં (પરિનિતિ: ) નિષ્ઠાવાન રહેવું-અર્થાત્ તેનું દઢતાથી પાલન કરવું પછી (નાત્મનઃ) આત્માના (પરમં પર્વ) પરમ વીતરાગ પદને (પ્રાણ) પ્રાપ્ત કરીને (તાનિ પિ) તે વ્રતોને પણ (ત્યને ) ત્યજવાં.
ટીકા : પ્રથમ હિંસાદિ અવતોનો પરિત્યાગ કરીને અવ્રતોમાં પરિનિષ્ઠિત થવું. પછી તેનો પણ ત્યાગ કરવો. શું કરીને? પ્રાપ્ત કરીને. શું (પ્રાપ્ત કરીને )? પરમ પદને અર્થાત્ પરમ વીતરાગતારૂપ ક્ષીણકષાયગુણસ્થાન ( પ્રાપ્ત કરીને). કોના તે પદને? આત્માના.
ભાવાર્થ : અવ્રત અશુભ ભાવ છે તથા વ્રત શુભ ભાવ છે, બંને આસ્રવો છે. તે બંને છોડવા યોગ્ય છે તેવી શ્રદ્ધા તો અન્તરાત્માને છે, પણ તે બંને એકી સાથે છોડી શકાતાં નહિ હોવાથી તે પ્રથમ અશુભભાવરૂપ અવ્રતોને છોડી શુભભાવરૂપ વ્રતોમાં અતન્મય ભાવે વર્તે છે. પછી પુરુષાર્થ વધારી વીતરાગ પદની પ્રાપ્તિ માટે આ શુભભાવરૂપ વ્રતોનો પણ ત્યાગ કરે છે.
વિશેષ જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ શુદ્ધોપયોગરૂપ ન પરિણમે, ત્યાં સુધી તેને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, વ્રત, તપ, સંયમ, શીલાદિના શુભ ભાવ આવે છે, પરંતુ તેમાં તેને હેયબુદ્ધિ વર્તે છે. તેને તે ધર્મ માનતો નથી.
સમ્યકત્વ વિના વ્રતાદિના શુભ વિકલ્પોને વ્યવહારથી ચારિત્ર નામ પણ પ્રાપ્ત થતું નથી, અર્થાત્ મિથ્યાદષ્ટિના શુભ વિકલ્પોને તો વ્યવહારથી પણ ચારિત્ર કહેતા નથી, તે બાલ વ્રતતપાદિ કહેવાય છે. તેવા શુભ વિકલ્પો સંસારનું કારણ છે. મોક્ષનું કારણ નથી, છતાં કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com