________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૭૫ अन्तस्त्यागोपादाने वा कुर्वाणोऽन्तरात्मा कथं कुर्यादित्याह
युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत् ।
मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ।।४८।। અનિષ્ટ લાગે છે તેનો ત્યાગ કરવા ઈચ્છે છે. વાસ્તવમાં કોઈ જ્ઞાની કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગ કરી શક્તો જ નથી, છતાં બહિરાત્મા તેના ગ્રહણ-ત્યાગ કરવાનું માને છે, એ તેની મૂઢતા છે.
અંતરાત્મા આત્મસ્વરૂપમાં જ ગ્રહણ-ત્યાગ કરે છે, અર્થાત્ તે બાહ્ય પદાર્થોથી ચિત્તવૃત્તિ હઠાવી સ્વસમ્મુખ થઈ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ કરે છે; તેમ કરતાં રાગ-દ્વેષાદિનો કે વિકલ્પાદિનો સ્વયં ત્યાગ થઈ જાય છે. રાગાદિની અનુત્પત્તિ તે જ ત્યાગ છે.
શુદ્ધસ્વરૂપમાં સ્થિત આત્મા (નિષ્ઠિતાત્મા) કૃતકૃત્ય હોવાથી તેને બાહ્ય યા અંતરંગ કોઈ પણ વિષયમાં ગ્રહણ-ત્યાગની પ્રવૃત્તિ હોતી નથી. તે તો પોતાના ચિદાનન્દસ્વરૂપમાં સદા સ્થિર રહે છે.
વિશેષ બહિરાત્માને અંદરના ચૈતન્ય-તત્ત્વનું જ્ઞાન નથી. તેને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી; જે બાહ્ય પદાર્થો દેખે છે તેની સાથે એકતાબુદ્ધિ કરે છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી રાગ-દ્વેષભાવથી તેનાં પ્રણ-ત્યાગ કરવા ઝંખે છે, પરંતુ બાહ્ય પદાર્થોનાં ગ્રહણ-ત્યાગ તેને આધીન નથી. તે પદાર્થો તો પોતાના કારણે આવે છે અને જાય છે. ઊંધી માન્યતાને લીધે તેનાં બાહ્ય ગ્રહણત્યાગ રાગદ્રષગર્ભિત છે. તેના અભિપ્રાયમાં આત્મસ્વભાવનો ત્યાગ અને વિભાવ તથા પરભાવોનું ગ્રહણ છે.
અંતરાત્માને અભિપ્રાયમાં-માન્યતામાં પર પદાર્થોનાં ગ્રહણ-ત્યાગ જ નથી. અસ્થિરતાને લીધે થોડી રાગ-દ્વેષની વૃત્તિ ઊઠે, પણ તેને તેની સાથે એકતા નથી-સ્વામીપણું નથી. આ વૃત્તિ પણ, આત્મસ્વરૂપનું ગ્રહણ થતાં-તેમાં સ્થિર થતાં, સ્વયં શમી જાય છે-નષ્ટ થાય છે. ૪૭. અંતરમાં ત્યાગ-ગ્રહણ કરનાર અન્તરાત્મા કેવી રીતે કરે તે કહે છે :
શ્લોક ૪૮ અન્વયાર્થ : અંતરાત્મા (માત્માનં) આત્માને (મનસા) ભાવમન સાથે (યુસીત) યોજે (જોડે) અને (વીવાયાભ્યામ્) વચન અને કાયાથી (વિયોન) અલગ કરે (તુ) અને (વીયયોનિતમ્) વાણી અને કાયાથી યોજાએલા (વ્યવહાર) વ્યવહારને (મનસા ) ભાવમનથી (ત્યનેત) તજે અર્થાત તેમાં મન લગાવે નહિ.
૧.
જુઓ- શ્રી સમયસાર, ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬ અને “સમાધિતંત્ર' શ્લોક ૨૦ નો “વિશેષ'પૃ. ૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com