________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૭૩ भूयो भ्रान्तिं गतोऽ सौ कथं तां त्यजेदित्याह
अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः ।
क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः ।। ४६ ।। टीका- इदं शरीरादिकं दृश्यमिन्द्रियैः प्रतीयमानं। अचेतनं जडं रोषतोषादिकं कृतं न जानातीत्यर्थः । यच्चेतनमात्मस्वरूपं तददृश्यमिन्द्रियग्राह्यं न भवति। ततः यतो रोषतोषविषयं दृश्यं शरीरादिकमचेतनं चेतनं स्वात्मस्वरूपमदृश्यत्वात्तद्विषयमेव न भवतिः ततः क्व रुष्यामि क्व तुष्याम्यहं। अतः यतो रोषतोषयोः कश्चिदपि विषयो न घटते अतः मध्यस्थ उदासीनोऽहं મવામાાં ૪૬
ફરીથી ભ્રાન્તિ પામેલો તે (અન્તરાત્મા) તેને (બ્રાન્તિને) કેવી રીતે છોડ કહે છે :
શ્લોક ૪૬ અન્વયાર્થ : (રૂટું દશ્ય) આ શરીરાદિ દશ્ય પદાર્થ (સવેતનં) ચેતનારહિત-જડ છે અને જે (ચેતન) ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે (અદશ્ય ) ઇન્દ્રિયોદ્વારા દેખાય તેવો નથી; (તત:) તેથી ( વ ષ્યામિ) હું કોના ઉપર રોષ કરું? અને ( વવ તુગાન) કોના ઉપર રાજી થાઉં? (અત: ૧૬ મધ્યરશુ: ભવાનિ ) એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું-એમ અન્તરાત્મા વિચારે છે.
ટીકા : આ એટલે શરીરાદિક, જે દેશ્ય એટલે ઇન્દ્રિયોદ્વારા દેખાવા યોગ્ય છે-પ્રતીતિમાં આવવા યોગ્ય છે, તે અચેતન-જડ છે; તે કરેલા રોષ-તોષાદિકને જાણતું નથી-એવો અર્થ છે. જે ચેતન-સ્વાત્મસ્વરૂપ છે, તે અદશ્ય છે એટલે ઇન્દ્રિયોદ્વારા ગ્રાહ્ય નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર તોષ કરું? કારણ કે દશ્ય શરીરાદિક અચેતન છે અને ચેતન-આત્મસ્વરૂપ અદશ્ય છે, માટે હું મધ્યસ્થ-ઉદાસીન થાઉં છું, કારણ કે રોષ-તોષનો વિષય કોઈપણ ઘટતો નથી.
ભાવાર્થ : પૂર્વના ચારિત્ર સંબંધી ભ્રાન્તિરૂપ સંસ્કારો જાગૃત થાય છે ત્યારે અંતરાત્મા સમાધાનરૂપે વિચારે છે કે, “શરીરાદિક પદાર્થો જે દષ્ટિગોચર છે તે અચેતન છે-જડ છે; તેના ઉપર હું રાગ-દ્વેષ કરું તો તે વ્યર્થ છે. આત્મા જે ચેતન છે, રાગ-દ્વેષભાવને જાણી શકે છે, તે તો અદશ્ય છે-દષ્ટિગોચર નથી, તેથી તે પણ મારા રાગ-દ્વેષનો વિષય બની શક્તો નથી; માટે કોઈના ઉપર રાગ-દ્વેષ નહિ કરતાં, સર્વ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈ મધ્યસ્થ (વીતરાગી) ભાવ ધારણ કરવો યોગ્ય છે, અર્થાત પર પ્રત્યે ઉદાસીનતા સેવી, તેના કેવળ જ્ઞાતા-દષ્ટા રહી, આત્મતત્ત્વને જ જ્ઞાનનો વિષય બનાવવો અને તેમાં જ સ્થિર થવું તે ઉચિત છે.” જ્ઞાનીને અલ્પ રાગ-દ્વેષ થાય પણ ભેદ-જ્ઞાનના બળે તે ઉપર પ્રમાણે અંદર સમાધાન કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com