________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ]
સમાધિતંત્ર टीका- आत्मानं युञ्जीत सम्बद्धं कुर्यात्। केन सह ? मनसा मानसज्ञानेन चित्तमात्मेत्यभेदोनाध्यवसेदित्यर्थः। वाक्कायाभ्यां तु पुजर्वियोजयेत् पृथक्कुर्यात वाक्काययोरात्माभेदाध्यवसायं न कृर्यादित्यर्थः। एतच्च कुर्वाणो व्यवहारं तु प्रतिपाद्यप्रतिपादकभावलक्षणं प्रवृत्तिनिवृत्तिरूपं वा। वाक्काययोजितं वाक्कायाभ्यां योजितं सम्पादितं। केन सह ? मनसा सह मनस्यारोपितं व्यवहारं मनसा त्यजेत् चित्तेन न વિન્તયેતા ૪૮ાા
ટીકા : (તે અન્તરાત્મા) આત્માને યોજે એટલે સંબંધ કરે, કોની સાથે? મન સાથે એટલે માનસજ્ઞાન (ભાવમન ) સાથે-“મન તે આત્મા છે' એવો અભેદરૂપ અધ્યવસાય (માન્યતા ) કરે, એવો અર્થ છે-અને વાણી તથા કાયથી તેને (આત્માને) વિયુક્ત કરે-પૃથક કરે, અર્થાત વાણી અને કાયામાં આત્માનો અભેદરૂપ અધ્યવસાય કરે નહિ-એવો અર્થ છે; અને તેમ કરનાર, વાક-કાયયોજિત અર્થાત્ વાણી-કાયદ્વારા યોજિત અર્થાત્ સમ્પાદિત “પ્રતિપાધ” પ્રતિપાદકભાવરૂપ (શિષ્ટ-ગુરુ-સંબંધરૂપ) પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને, કોની સાથે (યોજિત ) ? મન સાથે અર્થાત્ મનમાં આરોપિત વ્યવહારને, મનથી તજે અર્થાત્ મનમાં ચિંતવે નહિ.
ભાવાર્થ : અંતરાત્મા ભાવમનને વાણી અને દેહની ક્રિયા તરફથી (પ્રવૃત્તિથી) વિયુક્ત કરીને-અલગ કરીને આત્મસ્વરૂપમાં લગાડે અર્થાત્ તેની સાથે અભેદ કરે-તલ્લીન કરે અને વાણી તથા કાય-દ્વારા યોજિત પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને મનમાંથી જે અર્થાત્ તેનો વિચાર છોડી દે.
વિશેષ વાણી-કાયની પ્રવૃત્તિ તે જડની ક્રિયા છે, આત્મા તે કરી શક્તો નથી. અન્તરાત્માને ભેદજ્ઞાન છે, તેથી તે પોતાના ઉપયોગને વાણી-કાયની ક્રિયા તરફથી હઠાવી પોતાના આત્મસ્વરૂપમાં રોકે છે.
જ્યાં સુધી જીવ વચન-કાયથી ક્રિયા સાથે એક્તાબુદ્ધિ કરે–તેને આત્માની ક્રિયા સમજે, ત્યાં સુધી તેનો ઉપયોગ ત્યાંથી છૂટી સ્વસમ્મુખ વળે નહિ અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય નહિ.
ઉપયોગદ્વારા સ્વનું ગ્રહણ કરવામાં જ સમસ્ત પર દ્રવ્યોનો અને પર ભાવોનો સ્વયં ત્યાગ થઈ જાય છે.
નીચલી ભૂમિકામાં જ્ઞાનનો ઉપયોગ કદાચિત્ અસ્થિરતાને લીધે વાણી કાયની ક્રિયાદ્વારા પર સાથેના વ્યવહારમાં જોડાય છે, પણ તેમાં તેને કર્તુત્વબુદ્ધિનો અભાવ છે-અભિપ્રાયમાં તેનો નિષેધ છે. જેમ રોગીને કડવી દવા પ્રત્યે અરુચિ હોય છે, તેમ તેને તે પ્રત્યે ઉદાસીનતા હોય છે; તેથી જ્ઞાનીનો ઉપયોગ શરીરાદિની ક્રિયામાં જોડાયેલો દેખાય, છતાં તે નહિ જોડાયેલા સમાન છે.
શરીર-વાણીની ક્રિયા વિષે એકતા બુદ્ધિનો-આત્મબુદ્ધિનો ત્યાગ અને શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ તે અંતરાત્માનાં અંતરંગ ત્યાગ ગ્રહણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com