________________
[૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર अथेदानीमात्मनि स्त्र्यादिलिङ्गैकत्वादिसंख्याविभ्रमनिवृत्त्यर्थंतद्विविक्तासाधारणस्वरूपं दर्शयन्नाह
येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि। सोऽहं न तन्न सा नासौ नैका न द्वौ न वा बहुः ।। २३।।
ક્યાં (કયા વિષયમાં) ? દેહાદિમાં. કેવો (થયો છું ) ? જેનો આત્મવિશ્વમ વિનિવૃત્ત થયો છે તેવો-અર્થાત્ જેનો આત્મ-વિભ્રમ વિશેષ કરી નિવૃત્ત થયો છે તેવો-થયો છું. ક્યાં (ક્યા વિષયમાં) ? દેહાદિમાં
ભાવાર્થ : જ્યારે માણસ લૂંઠાને દૂઠું સમજે છે, ત્યારે પહેલાં તેમાં પુરુષની કલ્પના કરી જે ઉપકાર-અપકારાદિની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો તે બંધ થઈ જાય છે; તેમ અન્તરાત્માને ભેદવિજ્ઞાન દ્વારા શરીર અને આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં શરીરાદિમાં ઉપકાર-અપકારરૂપ બુદ્ધિ રહેતી નથી અને તેથી તેના પ્રત્યે ઉદાસીન રહે છે.
વિશેષ જ્ઞાની પોતાના આત્માને શરીરથી ભિન્ન અને તન્ન જુદી જાતનો માને છે; કારણ કે શરીરરૂપી, આત્મા અરૂપી; શરીર જડ, આત્મા ચેતન શરીર સંયોગી, આત્મા અસંયોગી; શરીર વિનાશી, આત્મા અવિનાશી; શરીર આંધળું, આત્મા દેખતો; શરીર ઇન્દ્રિયગ્રાહ્ય, આત્મા અતીન્દ્રિય-ગ્રાહ્ય શરીર બાહ્ય પરતત્ત્વ, આત્મા અંતરંગ સ્વતત્ત્વ, ઇત્યાદિ પ્રકારે બંને એકબીજાથી ભિન્ન છે.
આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જીવને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે શરીરાદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે, શરીરના સુધાર-બગાડથી આત્મા સુધરે-બગડે એવો ભ્રમ ટળી જાય છે. દેહાદિ પર પદાર્થો પ્રત્યે કર્તા-બુદ્ધિના સ્થાને જ્ઞાતા-બુદ્ધિ ઊપજે છે અને તે આત્મ સન્મુખ વળી ચૈતન્ય-સ્વરૂપમાં એકાગ્ર થવા લાગે છે.
આમ જીવને જ્યારે ભેદ-વિજ્ઞાન દ્વારા સ્વ-પરનું ભાન થાય છે, ત્યારે તે પર ભાવથી હટી સ્વસમ્મુખ થાય છે. ૨૨.
હવે આત્મામાં સ્ત્રી આદિ લિંગને એકતાદિ સંખ્યા સંબંધી વિભ્રમની નિવૃત્તિ માટે તેનાથી વિવિક્ત (ભિન્ન) અસાધારણ સ્વરૂપ બતાવતાં કહે છે :
શ્લોક ૨૩ અન્વયાર્થ : (ચેન ગાત્મના) જે આત્માથી ચૈતન્યસ્વરૂપથી (દમ) હું (માત્મનિ) પોતાના આત્મામાં (માત્મા) આત્માધારા-સ્વસંવેદનશાનધારા (નાત્મના વ ) પોતાના આત્માને પોતે જ (અનુસૂયે ) અનુભવું છું. (સ. ) -શુદ્ધાત્મસ્વરૂપ (૬) હું ન ત ) ન તો નપુંસક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com