________________
૬૬]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- आत्मविभ्रमजं आत्मनो विभ्रमोऽनात्मशरीरादावात्मेति ज्ञानं। तस्माज्जातं यत् दु:खं तत्प्रशाम्यति। कस्मात् ? आत्मज्ञानात् शरीरादिभ्यो भेदेनात्मस्वरूपवेदनात्। ननु दुर्धरतपोऽनुष्ठानान्मुक्तिसिद्धरतस्तदुःखोपशमो न भविष्यतीति वदन्तं प्रत्याह-नेत्यादि। तत्र आत्मस्वरूपे अयताः अयत्नपराः। न निर्वान्ति न निर्वाणं गच्छंति सुखिनो वा न भवन्ति। किं कृत्वापि तप्त्वाऽपि। किं तत्। परमं तपः दुर्द्धरानुष्ठानम्।। ४१।।
શરીરાદિથી ભેદ કરીને આત્મસ્વરૂપનું વેદન કરવાથી.
દુર્બર તપના અનુષ્ઠાન (આચરણ) થી તો મુક્તિની સિદ્ધિ થવાથી તે દુ:ખનો ઉપશમ થશે નહિ–એવી આશંકા કરનારને કહે છે-ન ઇત્યાદિ. તેમાં એટલે આત્મસ્વરૂપને વિષે યત્ન નહિ કરનારા નિર્વાણ પામતા નથી અર્થાત્ સુખી થતા નથી. શું કરીને પણ?-તપીને પણ. શું તપીને? પરમ તપ એટલે દુર્બર અનુષ્ઠાન. (અર્થાત્ દુર્બર તપ તપીને પણ તેઓ મોક્ષ પામતા નથી.)
ભાવાર્થ : આત્મબ્રાન્તિથી એટલે શરીરાદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદવિજ્ઞાનદ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતા નથી, તે ઘોર તપ કરવા છતાં મોક્ષમાર્ગની કે નિર્વાણની પ્રાપ્તિ કરી શક્તા નથી.
વિશેષ શરીરાદિ અને રાગાદિમાં આત્મબુદ્ધિ કરવી તે વિભ્રમ છે-આત્મભ્રાન્તિ છે. તે દુ:ખનું કારણ છે. શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનો અનુભવ કરવાથી–સ્વપરનું ભેદજ્ઞાન કરવાથી અર્થાત્ દેહાદિથી અને શુભભાવથી પણ ભિન્ન જ્ઞાન-દર્શન સ્વરૂપ જ હું છું, બીજાં કાંઈ મારું નથી-એવા આત્મજ્ઞાનથી આ દુઃખરૂપ બ્રાન્તિ દૂર થાય છે. આવા ભેદવિજ્ઞાનના પ્રયત્ન વગર ઘોર તપ કરે તો પણ જીવ સાચો ધર્મ પામતો નથી.
| મુક્તિ-પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનપૂર્વક કરેલું ઈચ્છાનિરોધરૂપ તપ જ કાર્યકારી છે. આત્મજ્ઞાનથી શૂન્ય તપ તે તપ નથી. તે તો સંસાર-પરિભ્રમણનું જ કારણ છે. તેનાથી આત્મા કદી પણ સ્વરૂપમાં સ્થિર થઈ શક્તો નથી અને કર્મબંધનથી છૂટી શક્તો નથી. તેની દુઃખપરંપરા ચાલુ જ રહે છે.
પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે :
જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે; માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાનવડે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ પૃ. ૨૯૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com