________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૬૫ तस्मिन्नष्टे किं भवतीत्याह
आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ।। ४१ ।।
વિશેષ “ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ-દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય પદાર્થો તરફ વલણ રાખીને રાગ-દ્વેષ ટાળવા માગે તો તે કદી ટળી શકે નહિ. પહેલાં તો દેહાદિથી ભિન્ન ને રાગાદિથી પણ પરમાર્થે ભિન્ન-એવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય તેને જ તેમાં ઉપયોગની લીનતા થાય, પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય કે રાગથી લાભ માનતો હોય, તેનો ઉપયોગ તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને કેમ ખસેડે ? ન જ ખસેડે.
માટે ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા ઈચ્છનારે પ્રથમ તો પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય વિષયોમાં કે તે તરફના રાગમાં ક્યાંય સ્વપ્નય મારું સુખ કે શાન્તિ નથી, અનંતકાલ બહારના ભાવો કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્યું. જગતમાં ક્યાંય મારું સુખ હોય તો તે મારા નિજ સ્વરૂપમાં જ છે, બીજે ક્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને મારા સ્વરૂપમાં જ ઉપયોગને જાડું છું. આવા દઢ નિર્ણયપૂર્વક, ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંતર સ્વરૂપમાં જોડે છે.
ચૈતન્ય-સ્વભાવની મહત્તા અને બાહ્ય ઇન્દ્રિય-વિષયોની તુચ્છતા જાણીને પોતાના ઉપયોગને વારંવાર ચૈતન્ય-ભાવનામાં જોડવાથી પર પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે....... ૪૦. તે (પ્રેમ) નાશ પામતાં શું થાય છે તે કહે છે :
શ્લોક ૪૧ અન્વયાર્થ : (માત્મવિશ્વમi) આત્માના વિશ્વમથી ઉત્પન્ન થએલું (૩:૩) દુઃખ (માત્મજ્ઞાનાત) આત્મજ્ઞાનથી (પ્રશાગૃતિ) શાન્ત થાય છે. (તત્ર) તેમાં એટલે ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં (કયતા.) જે પ્રયત્ન કરતા નથી તે (પરમે) ઉત્કૃષ્ટ દુદ્ધર (તપ:) તપ (વૃત્વ ) કરવા છતાં (ન નિર્વાન્તિ) નિર્વાણને પ્રાપ્ત કરતા નથી.
ટીકા : આત્મવિભૂમથી ઉત્પન્ન થએલું-અર્થાત અનાત્મરૂપ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ તે આત્મવિભ્રમ, તેનાથી ઉત્પન્ન થએલું જે દુ:ખ તે શાન્ત થાય છે. શાનાથી? આત્મજ્ઞાનથી-એટલે ૧. આત્મધર્મ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com