________________
[ ૬૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર चित्तस्य विक्षेपेऽविक्षेपे च फलं दर्शयन्नाह
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ।। ३८।।
માટે જ્ઞાન-સંસ્કાર સમાધિનું કારણ છે અને અવિધાના સંસ્કાર અસમાધિનું કારણ છે.
જ્ઞાન-સંસ્કારો દ્વારા જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ રાગ-દ્વેષાદિ ભાવો છૂટતા જાય છે અને વીતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી મન ( જ્ઞાનનો ઉપયોગ ) બાહ્ય વિષયોથી છૂટી આત્મસ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મ-તત્ત્વની ભાવના કર્યા જ કરવી. શ્રી સમયસાર કલશ-૧૩૦માં કહ્યું છે કે :
भावयेनेदविज्ञानमिदमछिन्नधारया ।
तावद्यावत् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३०।। “આ ભેદવિજ્ઞાન અછિન્ન ધારાથી–અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપ-ત્યાં સુધી ભાવવું, કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ઠરી જાય.”
અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો, મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં કહ્યું કહેવાય; બીજાં, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.
આ શ્લોકમાં “સ્વત:' શબ્દ એ સૂચવે છે કે જીવ સ્વયં પોતાના સમ્યક પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, બીજા કોઈ કારણે નહિ. ૩૭. મનના વિક્ષેપનું અને અવિક્ષેપનું ફલ બતાવી કહે છે :
શ્લોક ૩૮ અન્વયાર્થ : (વેતર:) જેના મનમાં (વિક્ષેપ:) વિક્ષેપ-રાગાદિ પરિણામ થાય છે, (તસ્ય) તેને (અપમાનવિય:) અપમાનાદિક હોય છે, પણ (યર્ચ વેતર:) જેના મનમાં (ક્ષેપ: ન ) ક્ષેપ-રાગાદિરૂપ પરિણામ થતાં નથી (તચ) તેને (મામાનાવય: ૧) અપમાનતિરસ્કારાદિ હોતાં નથી.
૧.
જુઓ : શ્રી સમયસાર કલશ-૧૩૦ ગુ. આવૃત્તિમાં-અર્થ અને ભાવાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com