________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates go]
સમાધિતંત્ર टीका- शरीरादौ शुचिस्थिरात्मीयादिज्ञानान्यविद्यास्तासामभ्यासः पुनः पुनः प्रवृत्तिस्तेन जनिता: संस्कारा वासनास्तैः कृत्वा। अवशं विषयेन्द्रियाधीनमनात्मायत्तमित्यर्थः। क्षिष्यते विक्षिप्तं भवति मनः। तदेव मनः ज्ञानसंस्कारैरात्मनः शरीरादिभ्यो भेदज्ञानाभ्यासैः। स्वतः स्वयमेव। तत्त्वे आत्मस्वरूपे अवतिष्ठते।।३७।।
ટીકા : શરીર વગેરેને પવિત્ર, સ્થિર અને આત્મીય (પોતાનું) આદિ માનવારૂપ જે અવિધા (અજ્ઞાન) તેનો અભ્યાસ અર્થાત્ તેની વારંવાર પ્રવૃત્તિ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એટલે વાસનાઓ-તે વડે કરીને અવશ-અર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન એટલે આત્માને આધીન તે મન વિક્ષેપ પામે છે; એટલે વિક્ષિપ્ત થાય છે. તે જ મન, જ્ઞાનસંસ્કારો વડ અર્થાત્ આત્માને શરીરાદિથી ભિન્ન જાણવારૂપ અભ્યાસ વડ, સ્વતઃ એટલે સ્વયં જ તત્ત્વમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
ભાવાર્થ : શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી તે અજ્ઞાન છે-અવિધા છે. તેના પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી મન પરવશ થઈને પરાધીન થઈને રાગી-દ્વેષી બની જાય છે-વિક્ષિપ્ત થાય છે. આ જ મન ભેદ-જ્ઞાનના સંસ્કારોથી સ્વતઃ એટલે પોતાની મેળે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
શરીર જડ છે, અપવિત્ર છે, અસ્થિર છે ને પર છે. તેમાં આત્માની કલ્પના કરી તેને પવિત્ર, સ્થિર ને પોતાનું માનવું તથા જ્ઞાન અને રાગને એક માનવા અર્થાત્ શુભ ભાવથી લાભ માનવો તે અવિદ્યા છે-અજ્ઞાન છે. આ અજ્ઞાનતાને-ઊંધી માન્યતા અને ઊંધા જ્ઞાનને વારંવાર અંદર ઘૂંટવાથી અને તદનુસાર આચરણ કરવાથી વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારોથી મન પોતાને વશ-સ્વાધીન વર્તતું નથી, પરંતુ પરવશ બને છે–અર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન થઈ ક્ષુબ્ધ થાય છે-વિક્ષિત થાય છે. આવું-રાગ-દ્વેષ આકુલિત મને બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે, જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી.
હું શરીરાદિથી અને રાગ-દ્વેષાદિ વિકારોથી ભિન્ન, પવિત્ર, સ્થિર અને જ્ઞાયક-સ્વરૂપ છું– એવા સ્વપરના ભેદવિજ્ઞાનદ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાન–સંસ્કારોથી તે જ મન સ્વયં-સ્વાધીનપણેપોતાની જ મેળે રાગ-દ્વેષાદિથી રહિત થાય છે-અવિક્ષિપ્ત થાય છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
વિશેષ શુદ્ધાત્માની વારંવાર ભાવનાથી જ્ઞાનના સંસ્કારો ઉત્પન્ન થાય છે. તેનાથી મન રાગ-દ્વેષ રહિત થઈ સમાધિમાં ઠરે છે.
હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું; શરીર-મન-વાણીરૂપ હું નથી. હું તેનાથી ભિન્ન છું – એવી વારંવાર ભાવના ભાવવાથી તેના સંસ્કારો દઢ થાય છે અને તેવા સંસ્કારોથી ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.' જાઓ-સમાધિતંત્ર શ્લોક ૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com