________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨]
સમાધિતંત્ર हि तत्र कदापि न भविष्यतित्यभव्यत्वं, न पुनः तद्योग्यद्रव्यस्याभावादिति। भव्यराश्यपेक्षया वा सर्वदेहिग्रहणं। आसन्नदूरदूरतरभव्येषु भव्यसमानअभव्येषु च सर्वेषु त्रिधाऽऽत्मा विद्यत इति। तर्हि सर्वज्ञे परमात्मन एव सद्भावाबहिरन्तरात्मनोरभावात्त्रिधात्मनो विरोध इत्यप्ययुक्तम्। भूतपूर्वप्रज्ञापननयापेक्षया तत्र तद्विरोधासिद्धेः धृतघटवत्। यो हि सर्वज्ञावस्थायां परमात्मा કરવો જોઈએ અને (વહિં) બહિરાત્માને (ત્યને ) છોડવો જોઈએ.
ટીકા : બહિઃ એટલે બહિરાત્મા, અંતઃ એટલે અંતરાત્મા અને પર: એટલે પરમાત્મા–એમ ત્રિધા એટલે ત્રણ પ્રકારે આત્મા છે. તે ( પ્રકારો) શામાં છે? સર્વ દેહીઓમાં સકલ પ્રાણીઓમાં.
અભવ્યોમાં બહિરાત્માનો જ સંભવ હોવાથી સર્વ દેહીઓમાં ત્રણ પ્રકારનો આત્મા છે એમ કેવી રીતે હોઈ શકે ?
એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે ત્યાં પણ (અભવ્યમાં પણ) દ્રવ્યરૂપપણાથી ત્રણ પ્રકારના આત્માનો સદ્દભાવ ઘટે છે. વળી ત્યાં પાંચ જ્ઞાનાવરણ (કર્મો) ની ઉપપત્તિ કેવી રીતે ઘટી શકે ? કેવલજ્ઞાનાદિના પ્રગટ થવારૂપ સામગ્રી જ તેમને કદાપિ થવાની નથી તેથી તેમનામાં અભવ્યપણું છે, પણ નહિ કે તદ્યોગ્ય દ્રવ્યના અભાવથી (અભવ્યપણું છે); અથવા ભવ્યરાશિની અપેક્ષાએ સર્વ દેહીઓનું ગ્રહણ સમજવું. આસન્ન ભવ્ય, દૂર ભવ્ય, દૂરતર ભવ્યમાં તથા અભવ્ય જેવા ભવ્યોમાં-સર્વેમાં ત્રણ પ્રકારનો આત્મા છે.
તો સર્વજ્ઞમાં પરમાત્માનો જ સદ્દભાવ હોવાથી અને (તેમાં) બહિરાત્માનો અને અંતરાત્માનો અભાવ હોવાથી તેમાં (સિદ્ધમાં) ત્રણ પ્રકારના આત્માનો વિરોધ આવશે?
એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે ભૂતપૂર્વ પ્રજ્ઞાપન-નયની અપેક્ષાએ તેમાં વૃતઘટવ તે વિરોધની અસિદ્ધિ છે (તેમાં વિરોધ આવતો નથી). જે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા, તે પૂર્વે બહિરાત્મા તથા અંતરાત્મા હતા.
વૃતઘટની જેમ ભૂત-ભાવિ પ્રજ્ઞાપન-નયની અપેક્ષાએ અંતરાત્માને પણ બહિરાભપણું અને પરમાત્મપણું સમજવું.
એ ત્રણેમાંથી કોનું શા વડે ગ્રહણ કરવું કે કોનો ત્યાગ કરવો તે કહે છે. ગ્રહણ કરવું એટલે તેમાં તે ત્રણ પ્રકારના આત્માઓને વિષે પરમાત્માનો સ્વીકાર (ગ્રહણ) કરવો. કેવી રીતે? મધ્ય ઉપાયથી–મધ્ય એટલે અન્તરાત્મા તે જ ઉપાય છે તે દ્વારા (પરમાત્માનું ગ્રહણ કરવું) તથા મધ્ય (અંતરાત્મારૂપ) ઉપાયથી જ બહિરાત્માનો ત્યાગ કરવો (૪)
ભાવાર્થ: સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા–એમ ત્રણ પ્રકારની અવસ્થાઓ
૧.
જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવ કહે તે જ્ઞાનને (અથવા વચનને) ભૂતનૈગમનય (અથવા ભૂતપૂર્વપ્રજ્ઞાપન-નય કહે) છે. જે ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ત કહે તે જ્ઞાનને (અથવા વચનને ) ભાવિનૈગમન (અથવા ભાવિપ્રજ્ઞાપન-નય) કહે છે. (જુઓ: ગુ.મોક્ષશાસ્ત્ર-અ. ૧/સૂત્ર ૩૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com