________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬]
સમાધિતંત્ર તે (૧) મારી (૩ન્મત્તણિતં) ઉન્મત્ત ( પાગલ) ચેષ્ટા છે; (દ્ર સદં) કારણ કે (વાસ્તવમાં) હું (નિર્વિવત્પ5:) નિર્વિકલ્પક અર્થાત્ વચન-વિકલ્પોથી અગ્રાહ્ય છું.
ટીકા : પર વડે અર્થાત ઉપાધ્યાયાદિ વડે મને જે શીખવાડવામાં આવે છે અને બીજાઓને-શિષ્યો વગેરેને હું જે શીખવું છું તે બધી મારી ઉન્મત્ત (પાગલ) ચેષ્ટા છેમોહવશાત્ ઉન્મત્તના (પાગલના) જેવી જ તે બધી વિકલ્પજાલરૂપ ચેષ્ટા પ્રવર્તે છે, એવો અર્થ છે. શાથી તે (ઉન્મત્ત ચેષ્ટા) છે? કારણ કે હું (આત્મા) તો નિર્વિકલ્પક અર્થાત્ વચનવિકલ્પોથી અગ્રાહ્ય છું.
ભાવાર્થ : અધ્યાપકાદિ મને શીખવે છે તથા હું શિષ્યાદિ બીજાઓને શીખવું છું-એવો સંકલ્પ કરું તે મારું ઉન્મત્તપણું-પાગલપણું છે, કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો નિર્વિકલ્પ છે અર્થાત્ બધા વિકલ્પોથી હું અગ્રાહ્ય છું-પર છું.
આત્માનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે. કોઈને શીખવવું યા તેનું ભલું બૂરું કરવું એ વાસ્તવમાં આત્માનો સ્વભાવ નથી, કારણ કે “કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવે પરિણમે છે” એમ વિચારી સમ્યગૃષ્ટિ અંતરાત્મા અંતરના વિકલ્પોને તોડી સ્વરૂપમાં લીન થવા પ્રયત્ન કરે છે.
વિશેષ
વિકલ્પો દૂર કરી પરમાત્મતત્ત્વમાં લીન થવા માટે ઉપદેશ આપતાં શ્રી અમિતગતિ આચાર્ય કહે છે કે
“સંસારરૂપી ભયાનક જંગલમાં પટકવાના હેતુભૂત સર્વ વિકલ્પોને દૂર કરીને તારા આત્માને સર્વથી (દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ) ભિન્ન અનુભવ કરતાં તું પરમાત્મતત્ત્વમાં લીન થઈ જઈશ.'
ઉન્મત્તતા સંબંધી સ્પષ્ટતા ઉન્મત્તતા બે પ્રકારની છે-એક શ્રદ્ધા અપેક્ષાએ અને બીજી ચારિત્ર અપેક્ષાએ.
(૧) શ્રી તત્ત્વાર્થસૂત્રમાં જે ઉન્મત્તતા દર્શાવી છે તે શ્રદ્ધા અપેક્ષાએ છે. મિથ્યાષ્ટિ સત અને અસનો ભેદ જાણતો નથી. તે ઉન્મત્ત પુરુષની માફક પોતાની રુચિ અનુસાર વસ્તુને સમજે છે. જેમ મદિરા પીને ઉન્મત્ત થએલો પુરુષ માતા-પત્નીનો ભેદ જાણતો નહિ હોવાથી કદી માતાને પત્ની અને પત્નીને માતા કહે છે અને કોઈ વખત તે પત્નીને પત્ની અને માતાને માતા પણ કહે છે, છતાં તે ઠીક સમજીને તેમ કહે છે એમ નથી. તેવી રીતે મિથ્યાષ્ટિને પણ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહિ હોવાથી તેના વિકલ્પો મિથ્યા માન્યતાના કારણે ઉન્મત્ત પુરુષના જેવા હોય છે. १. सर्व निराकृत्य विकल्पजालं, संसारकान्तारनिपातहेतुम्।
વિવિવર્તમાત્માનમવેશ્ચનાઓ, નિતીયસે ત્યં પરમાત્મતત્વે પારા( સામાયિક પાઠ) ૨. જુઓ- તત્ત્વાર્થસૂત્ર-અ. ૧, સૂત્ર ૩૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com