________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૩૫ एवं बहिर्विकल्पं परित्यज्यान्तर्विकल्पं परित्याजयन्नह
यत्परैः प्रतिपाद्योऽहं यत्परान् प्रतिपादये ।
उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पक: ।। १९ ।। टीका- परैरूपाध्यायादिभिरहं यत्प्रतिपाद्यः परान् शिष्यादीनहं यत्प्रतिपादये तत्सर्वं मे उन्मत्तचेष्टितं मोहवशादुन्मत्तस्येवाखिलं विकल्पजालात्मकं विजृम्भितमित्यर्थः कुत एतत् ? यदहं निर्विकल्पको यद्यस्मादहमात्मा निर्विकल्पक एतैर्वचनविकल्पैरग्राह्यः ।।१९।।
આ શ્લોકમાં આચાર્ય વિભાવ-ભાવરૂપ બાહ્ય વિકલ્પ-જાળથી છૂટવા માટે એક ઉત્તમ ઉપાય દર્શાવ્યો છે.
વિશેષ કોઈની સાથે બોલવું એ વ્યવહાર કથન છે. નિશ્ચયનયની દષ્ટિએ કોઈ જીવ બોલી શકતો જ નથી. જે વાણી નીકળે છે તે ભાષાવર્ગણારૂપ પુદગલોનું વચનરૂપ પરિણમન છે. તે આત્માનું કાર્ય નથી. તે કાર્યમાં અજ્ઞાન દશામાં જીવનો બોલવાનો વિકલ્પ (ઇચ્છા) નિમિત્તમાત્ર છે. વિકલ્પ અને વાણી એ બંનેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. વિકલ્પના કારણે વાણી નીકળે છે એમ નથી અને વાણી નીકળી એટલે વિકલ્પ થયો એમ પણ નથી. અજ્ઞાનીને આ વાતની સમજણ નથી, તેથી તે એમ માને છે કે, “મેં બોલવાની ઇચ્છા કરી એટલે વાણી નીકળી, પરંતુ તાત્ત્વિક દષ્ટિએ વિચારતાં એ સત્ય નથી. ભાષાવર્ગણાનું વાણીરૂપે પરિણમન તેના કારણે છે, સ્વતંત્ર છે; ઇચ્છાથી તે નિરપેક્ષ છે; છતાં “હું બોલું છું' એમ માનવામાં તે જીવ અને અજીવ તત્ત્વોની એકતા-બુદ્ધિ કરે છે. આવી ઊંધી માન્યતાને લીધે તેને અનંત સંસારના કારણભૂત અનંતાનુબંધી કષાય થયા વગર રહેતો નથી.
જ્ઞાનીને અસ્થિરતાના કારણે બોલવાનો વિકલ્પ આવે, પણ સ્વભાવની દષ્ટિએ તેના અભિપ્રાયમાં તે વિકલ્પનો તેને નિષેધ વર્તે છે, કારણ કે તે જાણે છે કે વિકલ્પ એ રાગ છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે તેનાથી ભિન્ન છે.
માટે કોઈની સાથે વાત કરવાનો વિકલ્પ કરવો તે દોષ છે. આવી સમજણપૂર્વક જે સ્વરૂપમાં લીનતારૂપ મૌન સેવે છે તેને જ સાચી વચન-ગુતિ છે. આવી વચન-ગુતિથી અંતર્બાહ્ય વચન-પ્રવૃત્તિનો સ્વયં નાશ થાય છે. ૧૮. એવી રીતે બાહ્ય વિકલ્પોનો પરિત્યાગ કરીને આવ્યેતર વિકલ્પોને છોડાવતાં કહે છે :
શ્લોક ૧૯ અન્વયાર્થ : (ગ૬) હું (પરેડ) બીજાઓથી-અધ્યાપકાદિથી (યત પ્રતિપાદ્ય:) જે કાંઈ શીખવવા યોગ્ય છે તથા (ઘરન) બીજાઓને શિષ્યાદિકને (યત્ પ્રતિપાવયે) હું જે કાંઈ શીખવું (ત)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com