________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬]
સમાધિતંત્ર પોતાના આત્માને ભિન્ન નહિ જાણતો તે પર પદાર્થોને જ આત્મા માને છે અને મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવ અજીવાદિ તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાન્તિથી પ્રવર્તે છે તે જીવ “બહિરાત્મા” છે.
પર પદાર્થોમાં આત્મભ્રાન્તિને લીધે આ અજ્ઞાની જીવ વિષયોની ચાહરૂપ દાવાનલમાં રાતદિન જલતો રહે છે, આત્મશાન્તિ ખોઈ બેસે છે, અતીન્દ્રિય ચૈતન્ય આત્માને ભૂલી બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂછઈ જાય છે અને આકુલિતા રહિત મોક્ષ-સુખની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતો નથી. અંતરાત્મા
ચૈતન્ય લક્ષણવાળો જીવ છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અજીવ છે; આત્માનો સ્વભાવ જ્ઞાતા-દષ્ટા છે, અમૂર્તિક છે અને શરીરાદિક પર દ્રવ્ય છે, પુદ્ગલપિંડરૂપ છે, જડ છે, વિનાશક છે. તે મારા નથી અને હું તેનો નથી-એવું ભેદજ્ઞાન કરનાર સમ્યગ્રષ્ટિ “અંતરાત્મા” છે.
વળી તે જાણે છે કે, “હું દેહથી ભિન્ન છું, દેહાદિક મારા નથી. મારો તો એક જ્ઞાન-દર્શન લક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે, બાકીના સંયોગ લક્ષણવાળા (વ્યાવહારિક ભાવો) જે કોઈ ભાવો છે તે બધાય મારાથી ભિન્ન છે; આત્માના આશ્રયે જે જ્ઞાન-વૈરાગ્યરૂપ ભાવ પ્રગટે છે તે સંવર-નિર્જરા-મોક્ષનું કારણ હોઈ મને હિતરૂપ છે અને બાહ્ય પદાર્થોને આશ્રયે જે રાગાદિ ભાવો થાય છે તે આસ્રવ-બંધરૂપ હોઈ સંસારનું કારણ છે, અને તે અહિતરૂપ છે.' આ રીતે જીવાદિ તત્ત્વોને જેમ છે તેમ જાણીને તેની સાચી પ્રતીતિ કરીને જે પોતાના જ્ઞાનાનંદ-સ્વરૂપ આત્મામાં જ અંતર્મુખ થઈને વર્તે છે તે “અંતરાત્મા” છે.
અંતરાત્માના ત્રણ ભેદ છે- ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જઘન્ય અંતરાત્મા.
અંતરંગ-બહિરંગ પરિગ્રહોથી રહિત શુદ્ધોપયોગી આત્મધ્યાની દિગમ્બર મુનિ “ઉત્તમ અંતરાત્મા” છે. “આ મહાત્મા સોળ કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોહ પદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે.”
ચોથા ગુણસ્થાનવર્તી વ્રતરહિત સમ્યગ્રષ્ટિ આત્મા “જઘન્ય અંતરાત્મા’ કહેવાય છે.
આ બેની (જઘન્ય અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્માની) મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા” છે, અર્થાત્ પાંચમાથી અગિયારમા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ અંતરાત્મા છે. ' પરમાત્મા
જેમણે અનંતજ્ઞાન-દર્શનાદિરૂપ ચૈતન્ય શક્તિઓનો પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે “પરમાત્મા છે.
પરમાત્માના બે પ્રકાર છે-સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા.
અરહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા તે નિકલ પરમાત્મા છે, તેઓ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયથી સહિત છે.
અરહંત પરમાત્માને ચાર અઘાતિ કર્મો બાકી છે. તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. તેમને બહારમાં સમવસરણાદિ દિવ્ય વૈભવ હોય છે. તેમને ઇચ્છા વિના ભવ્ય જીવોને કલ્યાણરૂપ દિવ્ય ધ્વનિ છૂટે છે. તેઓ પરમ હિતોપદેશક છે. પરમ ઔદારિક શરીરના સંયોગ સહિત ૧. જુઓ-નિયમસાર, ગુ. આવૃત્તિ-પૃ. ૩૦૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com