Book Title: Rohiney Ras Author(s): Bhanuben Shah Publisher: Jain Sahitya Prakashak SamitiPage 17
________________ ৪999999999999999999999999999999 99969696969696969696969696969696969 છે. “પ્રબુદ્ધ રોહિણેયમ નાટકના નાયક લગ્નમાં સ્ત્રીનું અપહરણ કરે છે જ્યારે આ રાસનો કથાનાયક છું છે માત્ર ચાર જ છે અને સાથો સાથ શીલવંત પણ છે.” રાસના કથાનાયકને આ રીતે લેખિકા ન્યાય છે શું આપે છે. ઉપરાંત જૈનદર્શનમાં સમકિતી’ અને ‘મિથ્યાત્વ' વિશે ચર્ચા કરતા સંશોધન કર્તા પોતાનું શું સ્પષ્ટ ચિંતન પ્રગટ કરતા લખે છે કે, “જૈનદર્શનમાં સમકિત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. $ 3 રૂઢાર્થમાં જેઓ જૈનધર્માનુયાયી હોય તે સમકિતી કહેવાય અને અન્ય ધર્માનુયાયી મિથ્યાત્વી હૈ કહેવાય એ ખરું નથી. જેની દષ્ટિમાંથી વિષમતારૂપી ઝેર નીકળી જતાં તત્ત્વાર્થની રુચિ થાય તે સમ્યગદષ્ટિ છે અને તેવી રચિ ધરાવનાર સમકિતી છે." જૈન ધર્મની દષ્ટિ વિશાળ છે. તેમાં જ્ઞાતિભેદ નથી. માત્ર વણિક જ જૈન થઈ શકે એવી છે છે. સામાન્ય માન્યતા ખોટી છે. પ્રત્યેક વ્યક્તિ, જેને પોતાના આત્માને જાણી મોક્ષ તરફ ગતિ કરવી જે હોય તે જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. આ કથાનો નાયક રોહિણેય વણિક નથી, ક્ષત્રિય નથી કે છું પરંતુ શુદ્ર જાતિનો વંશ પરંપરાગત ચોર છે અને મહાવીર વાણીનો ચમત્કાર એના જીવનમાં હું ફિ અલૌકિક પરિવર્તન લાવે છે. તમસથી સત્ત્વ તરફ ગતિ કરી એ આત્મા વૈરાગ્ય સ્વીકારી મોક્ષ તરફ ગતિ કરે છે. જે કર્મ બાંધે છે એને જ એ કર્મનું ફળ ભોગવવું પડે છે અન્યનાં સુખ માટે અનિષ્ટ કર્મનું છું આચરણ કરાય, પણ ભોગવવું તો એક જ આત્માને પડે છે. વિશાળપટમાં પડેલો કથાસાર કથાનો આનંદતો આપે છેજ પણ વિશેષ તો જૈન ધર્મના સર્વ આચારનો અહીં વિગતે પરિચય મળે છે. જૈના દર્શનનાં તત્ત્વજ્ઞાનને અહીં વિગત દર્શાવાયું છે. સંશોધન કર્તાએ માત્ર આ કથા જ એટલે માત્ર આ { રાસ જ નહીં પણ જૈન દર્શનનો વિગતે ઊંડો અભ્યાસ કર્યો છે. એની પ્રતીતિ અહીં પુનઃ પુનઃ થાય છે 3 પરિણામે વાચક પણ કથાનંદ સાથે જ્ઞાન સમૃદ્ધ બને છે. આ ગ્રંથની આ વિશેષ ઉપલબ્ધિ છે. જૈન દર્શનના આચાર તત્ત્વને દા.ત. માર્ગાનુસારી, શ્રાવકાચાર, શ્રમણાચાર વગેરે * વગેરેને ઊંડાણથી વાંચવા હોય, આગમ ગ્રંથોની ઝાંખી પામવી હોય, ભગવાન મહાવીરની ૐ દેશનાની આત્મિક આનંદ અને માર્ગદર્શન પામવું હોય તો પ્રત્યેક જ્ઞાન પિપાસુ જૈને આ ગ્રંથ વાંચવો રહ્યો. સંશોધન કર્તાની બહુશ્રુતતા અહીં પૃષ્ટપૃષ્ટતેજ લિસોટા દોરે છે. જૈન ધર્મમાં પ્રથમ સ્થાન તપને છે, ત્યાર પછી જ્ઞાન, ક્રિયા અને ભક્તિ છે. આ સંદર્ભે છે આ ગ્રંથમાં સંશોધનકાર લખે છે, “વલ્લભ સંપ્રદાયને કારણે જૈનધર્મમાં ૧૦મા સૈકામાં ભક્તિ વિશેષ થઈ અને જૈન પૂજા' સાહિત્યનું નિર્માણ થયું.” જો કે જૈનોમાં પૂજાનો પ્રારંભ સદીઓ પૂર્વે થઈ હું ચૂક્યો હતો. કુંદકુંદાચાર્ય કૃત 'દશ ભક્તિ સંગ્રહ’ એ આ સત્યની પ્રતીતિ છે. અહીં સંશોધનકારની હું અભ્યાસી સંશોધન દષ્ટિનો આપણને પરિચય થાય છે. આ ગ્રંથના મુખ્ય ભાગને પૂરો કરી અહીં પ્રસ્તુત નવ પરિશિષ્ટો તરફ દષ્ટિ કરીએ તો હું શું આ ગૃહિણી શ્રાવિકાના પુરુષાર્થ અને જ્ઞાનતપની શૈલેશીના દર્શન થાય છે. લગભગ ૦૫ ગ્રંથોના શું અભ્યાસનું આ ગ્રંથ પરિણામ છે. કચ્છી વાગડ સમાજનું ગૌરવ આ ગૃહિણી શ્રાવિકા અનન્ય શિ0000000000000000000000000000000000 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 386