Book Title: Rohiney Ras Author(s): Bhanuben Shah Publisher: Jain Sahitya Prakashak SamitiPage 15
________________ 6969696969696969696969 6 969 6 969છે. એક ગૃહિણી શ્રાવિકાનો જ્ઞાન પ્રીતિનો દસ્તાવેજ જ્ઞાનપિપાસુ અને જ્ઞાન નિમગ્ન ડૉ. ભાનુબેન સત્રાએ ગૃહિણી ફરજ બજાવતાં $ બજાવતાં લાડનૂની શ્રી વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયમાંથી એમ. એ. માં ઉત્તિર્ણ થઈ મુંબઈ વિશ્વ વિદ્યાલયમાંથી કવિ બદષભદાસ કૃત “સમકિતસાર રાસ' ઉપર સંશોધનાત્મક મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ શોધ નિબંધ પછી “સમ્મત્તમ' શીર્ષકથી પુસ્તક સ્વરૂપે { પ્રકાશિત થયો પણ ડોક્ટરેટની ડીગ્રી લઈ આ ગુહિણી 'નિરાંત' લઈને બેસી ન રહ્યા પણ વિદ્યોપાસના અર્થે જ્ઞાનસાગર સમક્ષ પાલંઠી વાળીને જ્ઞાન નિમગ્ન થઈ આ જ કવિ ઋષભદાસ કૃત મેં “શ્રી શ્રેણિકરાસ અને શ્રી અભયકુમાર રાસ'નું સંશોધનાત્મક લિપ્યાંતર કર્યું અને આ સર્જનને મેં છે “રાસ રસાળ' શીર્ષકથી પ્રકાશિત કર્યું. હવે આપણી સમક્ષ આ ત્રીજો ગ્રંથ કવિ બદષભદાસ કૃત છે હિં ‘રોહિણેય રાસ' લઈને પધાર્યા છે. આ જ્ઞાન છાબનું આપણે અંતરના આનંદધ્વનિથી સામૈયું કરીને ફિ આ જ્ઞાનભક્તિને વધાવીએ.. ડૉ. ભાનુબેનની આ ગ્રંથ યાત્રા ૨૦૦૯ થી ૨૦૧૨ એટલે સાંસારિક જવાબદારીઓની િ છે સાથે સાથે આ શ્રાવિકાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને પછી કૌટુંબિક પ્રસંગોને ન્યાય $ આપી નિરાંત'ને તિલાંજલિ આપી લિપિ અભ્યાસ કરી આવા સર્જનોના સંશોધન અને સંવર્ધનમાં રત થઈ ગયા. આ ઘટના અન્ય જૈન ગૃહિણી માટે પ્રેરણારૂપ છે. આવી જ્ઞાનભક્તિ અને . વિદ્યાવ્યાસંગની અનુકૂળતા કરી આપવા માટે એમનો વ્યવસાયી સત્રા પરિવાર પણ એટલો જ યશનો અધિકારી બને છે. સાનુકૂળ વાતાવરણ અને સંજોગો હોય તો જ આવું ભળશીલ સાહિત્ય સર્જન શક્ય બને. જ્ઞાનની આવી યાત્રા કરાવનાર ડૉ. ભાનુબેનના વિધાદાતા ગુરુપૂ. અલ્પેશમુનિ મ. અને ગુરણી પૂ.ઝરણાબાઈ મ. (લેખિકાના નાના બહેન)ને વંદન કરીએ. પ્રસ્તુત રોહિણેય રાસની એના સર્જક કવિ ઋષભદાસે સ્વહસ્તે મારુ ગુજરાતી ભાષામાં મેં લખેલી હસ્તપ્રત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ, જ્ઞાનમંદિર-કોબા, ગાંધીનગરમાંથી લેખિકાએ હૈ મેળવી તેનો ઊંડો અભ્યાસ કર્યો. એ લિપિને ઉકેલી અને વર્તમાન ગુજરાતી ભાષામાં તેનું અવતરણ. કર્યું. આ ખૂબ જ પરિશ્રમ અને ધીરજનું કાર્ય છે. ભાનુબેને સ્વસ્થતાથી એ પાર પાડ્યું અને હું આપણને લગભગ સાડા ત્રણસો પૃષ્ટોનો ગ્રંથ મળ્યો. જૈન સાહિત્યમાં સાહિત્યના વિવિધ પ્રકાર છે. દા.ત. રાસા, પ્રબંધ, ફાગુ, ચોવીસી, બારમાસી, વિવાહલો, છંદ, સજ્જાય અને પૂજા વગેરે. વિક્રમની અગિયારમી સદીથી આજ સુધી લગભગ બે હજાર રાસાનું જૈન શ્રમણ-શ્રાવક દ્વારા સર્જન થયું છે. રાસમાં કોઈપણ એક વ્યક્તિ છું અથવા જૈન સિદ્ધાંત કેન્દ્ર સ્થાને હોય છે. પ્રસ્તુત રાસના કર્તા શ્રાવક કવિ બદષભદાસજી છે. આ કવિ સં. ૧૫૦૫ થી ૧૬૩૫માં છે છે ગુજરાતના એ સમયના સમૃદ્ધ નગર ખંભાતમાં વિદ્યમાન હતા. પોતાના સાઠ વર્ષના જીવનકાળ શું $ દરમ્યાન એમણે છત્રીસ રાસો, તેત્રીસ સ્તવનો, એકત્રીસ નમસ્કાર, બેતાલીસ સ્તુતિઓ, ચારસો જુ છ9969696969696969696969“જીજી ધૂઝ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 386