Book Title: Ratnakaravatarika Part 2 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ અંતરના બે બોલ જિનશાસન મહાન છે કારણ કે તે સ્યાદ્વાદથી મઢયુ છે. પરમાત્માની અંતિમ અને સર્વશ્રેષ્ઠ આજ્ઞા છે કે “તહ તહુ પચક્રિયવં જહ રાગઠોસા વિલિન્જંતિ” તે તે કરવુ જેનાથી રાગ દ્વેષ પાતળા પડે. તે તે ન કરવું જેનાથી રાગ-દ્વેષ વધે. પરમાત્માએ પ્રરુપેલા તમામ આગમગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, યોગ સાધનાઓ ક્રિયાનુષ્ઠાનો, આચારચર્યાઓ, આ બધુ અંતે તો રાગદ્વેષની પરિણતિને તોડવા માટે જ છે. આથી જ જિનશાસનમાં ક્યાંય એકાંત નથી, ક્યાંય જડ પક્ડ નથી, જેટલા ઉત્સર્ગ છે એટલા જ અપવાદ પણ છે. એક પણ ઓછો કે એક પણ વધારે નહી. અપવાદ પણ માર્ગ છે. ઉત્સર્ગના શિખરે ચઢવા માટેની સીડી છે આ માર્ગ પણ ભગવાને જ બતાવ્યો છે. પરમાત્માની આજ્ઞા સ્વરૂપ જ છે. તેથી જેઓ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગને નહી સમજીને પોતાની બુદ્ધિ પ્રમાણે અયથાસ્થાનેં તેને ગૌણ મુખ્ય કરે છે તે જીવોને શાસ્ત્રમાં વિરાધક અને આજ્ઞાભંજક કહ્યા છે. આત્મિક સ્તરે આત્મસાક્ષીએ રાગદ્વેષ ઘટે અને સંઘસ્તરે એક્તા-આબાદી પ્રભાવનાઓ વધે એ તમામ અનુષ્ઠાન-પ્રવૃત્તિઓ કરવી ઘટે, બીજી પ્રવૃત્તિઓ કરવી ઘટે નહી. એ શાસ્ત્ર વિહિત છે. બાહ્ય દૃષ્ટિએ કો'ક પ્રવૃત્તિ ક્યારેક ઉપર છલ્લી દ્રષ્ટિએ જોતા શાસ્ત્રવિહિત ન પણ લાગે પણ જો શાસન અને સંઘને પરિણામે હિતકારી હોય તો તે પ્રવૃત્તિ અબાધિત અને શાસ્ત્રવિહિત જ જાણવી. વસ્તુપાળ મહામંત્રીએ હિંદુ મંદિરો- મસ્જીદો બંધાવી આપી હતી. ભામાશાહે યુદ્ધ માટે રાણા પ્રતાપને પોતાનુ સર્વસ્વ સમર્પણ કર્યુ હતુ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. સોમનાથના મહાદેવ મંદિરમાં ગયા હતા. આવા તો ઢગલાબંધ દ્રષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે. આ બધો જ માર્ગ ગીતાર્થ જ્ઞાની આચારસંપન્ન ગુરુને આધીન છે. સ્યાદ્વાદ જેની રગેરગમાં દૂધ-પાણીની જેમ એકમેક થઈ ગયો હોય તેજ ગીતાર્થ જ્ઞાની-અવસરન્ન હોય છે. સંઘ-શાસનના દૂરોગામી હિતાહિતને લક્ષમાં રાખી તેની તમામ આચરણાઓ હોય છે. આચારાંગમાં અવસર પારખુ આવા ગીતાર્થને ‘પંડિત’ની પદવીથી નવાજવામાં આવ્યા છે. રૂપં નાળનહિ पंडिए શાસ્ત્રના સાચા રહસ્યોના અતલ ઉંડાણ પામવા ગુરુગમથી-ગુરુદેવના આશિષ સાથે સ્યાદ્વાદનું અતલ ઉંડાણ ખેડવુ પડે. જેથી જાણતા-અજાણતા આરાધના કરીને પણ વિરાધક ન બનાય, સંઘ શાસનની અવિચ્છિન્ન પરંપરાના ભેદક ના બની જવાય. તમામ પ્રવૃત્તિ-આચરણા કે અનુષ્ઠાન કરતા અચુક વિચારવુ કે “આમાં મારા રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય છે ને ! આ સાધના દ્વારા હું મોક્ષની નિકટ પહોંચુ છુ ને ! આ પ્રવૃત્તિ દ્વારા સંઘ શાસનને કોઈ બાધા તો પહોંચતી નથીને ! શાસનની દૂરોગામી ઉન્નતિ માટે સ્યાદ્વાદએ અમોઘ ઉપાય છે. પ્રત્યેકના અંતરમાં અનેકાંતવાદ સાચા અર્થમાં વણાઈ જાય એ માટે જ ‘સ્યાાદ રત્નાકર’ અને ‘રત્નાકર અવતારિકા' જેવા ઢગલાબંધ શાસ્ત્રગ્રંથોનું સર્જન પૂર્વર્ષિઓએ કરેલું છે. પં. ધીરુભાઈ જેવા વિદ્વાન્ પંડિતવયે ‘રત્નાકર અવતારિકા'નો ભાવાનુવાદ સરસ કરેલ છે. મને પણ આ નિમિત્તે તેઓએ સ્વાધ્યાયની અપૂર્વ તક પૂરી પાડી છે. ક્ષયોપામાનુસાર સંશોધન સંમાર્જન કરતા માર આત્માને ઘણો જ લાભ થયો છે. ક્ષતિઓ બુદ્ધિહીનતાને આભારી છે જ્ઞાનીઓ ઉદાર મને સુધારો. આ ગ્રંથ જિનશાસનને અતિ ઉપયોગી થશે. એમાં શંકાને સ્થાન નથી. અનેક આત્માઓ આ ગ્રંથના અધ્યયન-અધ્યાપન કરી સ્યાદ્વાદના મર્મને પામી આત્માનુ કલ્યાણ કરનારા બનો. એજ.. Jain Education International આચાર્ય હેમચંદ્રસૂરિ શિષ્યાણુ ... મુનિ કલ્યાણબોધિ વિજય, મોડાસર, સં. ૨૦૫૫, મહા. સુ. ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 418