Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ ॥ श्री प्रेम-भुवनभानु-पद्मजयघोषसूरिसद्गुरुभ्यो नमः ॥ (પ્રકાશકીય) શ્રી વાદિદેવસૂરિ વિરચિત “પ્રમાણનયતત્વાલક' ગ્રંથ ન્યાયના અભ્યાસુઓ માટે અતિ ઉપયોગી છે. તેના ઉપર “સ્યાદવાદ રત્નાકર' નામની તેમની સ્વોપજ્ઞવૃત્તિ છે. પણ તે મહાકાયગ્રંથમાં મંદ મતિવાળાઓનું અવતરાણ મુશ્કેલ હોઈ તેઓશ્રીના શિષ્ય રત્નપ્રભસૂરિએ “રત્નાકરઅવતારિકા'ની રચના કરી છે. પૂ. નીતિ સૂરિ મ.ના શિષ્ય શ્રી મલયવિજયજીએ આના ઉપર અનુવાદ રચ્યો છે. આ અનુવાદ થોડો સંક્ષિપ્ત હોઈ પંડિતવર્ય ધીરૂભાઈ મહેતાએ આ એક અદભૂત અનુવાદનું સર્જન કર્યું અનુવાદ લાંબો લચક પણ નથી કે સંક્ષિપ્ત પાર નથી. શૈલી સચોટ છતાં સરળ છે, વિષયાંતર કયાંય દેખાતું નથી કે કોઈ વિષયને છોડયો પણ નથી. આવા મહાકાયગ્રંથના પ્રકાશનનો લાભ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને મળી રહ્યો છે અને ટ્રસ્ટ આ ગ્રંથને આજે શ્રી સંઘના ચરણે સમર્પિત કરી રહ્યો છે તે અત્યંત આનંદનો વિષય છે. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજીએ પોતાનો અમુલ્ય સમય ફાળવીને ગ્રંથનું સુંદર સંશોધનસંપાદન કરી આપ્યું છે. તે અતિ અનુમોદનીય છે. પંડિતવર્ય ધીરૂભાઈને ભવિષ્યમાં પણ આવા અનેક ન્યાયના કઠોગગ્રંથોના લોકભોગ્ય ભાષામાં અનુવાદ કરવાની શાસનદેવ શક્તિ આપે, અને ટ્રસ્ટને તેમના ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો રહે. પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ જૈન સમાજમાં ખૂબ જ આદરણીય અને ઉપયોગી બનશે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. અનેક આત્માઓ આ ગ્રંથના અભ્યાસ દ્વારા સ્યાદવાદને આત્મસાત્ કરી શિઘાતિશિઘ મુક્તિપદને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી નવિનચંદ્ર વી. શાહ પુંડરિકભાઈ એ. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418