________________
ગુરુજી અને મારી પાસે રહેતી. બીજી પાંચ પ્રતિઓનાં પાનાં પણ સાથે જ બાજુમાં ચટાઈ ઉપર રાખતા. એક દિવસ આ કામ ચાલતું હતું એ સમયે પ. પૂ. શ્રી રવિવિજયજી મહારાજ (બાપજી મહારાજ) પાણીની ઘડી લઈને ગુરુજીની પાસે મૂકવા આવ્યા. ઘડી કાચી માટીની હશે કે ગમે તેમ પણ બાપજી મહારાજના હાથમાં કાંઠલો રહ્યો અને ઘડીનો શેષ ભાગ પાણી સાથે નીચે ચટાઈ ઉપર મૂકેલી તાડપત્રીય પ્રતિ ઉપર પડ્યો. મહારાજજીએ અતિ સ્વસ્થતાથી, જરાય આકુળતા વગર, પોતે અને તેમની સૂચનાથી મેં બધાં પાનાં લઈને બ્લાટીંગ પેપરનું પેડ તોડીને તરત જ તેનાથી પ્રતિનાં પાનાં ઉપરનું પાણી ચુસાવી લીધું અને પ્રતિ યથાવત્ કરી. મહારાજજીને જરાય અકળામણ કે અણગમો ન થયો. બાપજી મહારાજને શાંતિથી જણાવ્યું કે હવે ઘડી લાવો ત્યારે નીચે પોથી મૂકી હોય તેના ઉપર ન આવે એ રીતે લાવજો.
૧૩. પૂ. પા. મહારાજજી જ્યારે પણ ઉપાશ્રયની બહાર જતા ત્યારે તેઓ દાદાગુરુશ્રી પૂ. પા. પ્રવર્તકજી મહારાજને જણાવી તેમની અનુમતિ લઈને જ જતા. પ્રવર્તકજી મહારાજના કાળધર્મ પછી તેઓ પૂ પા. ગુરુજીને જણાવી તેમની અનુમતિ લઈને જતા. પૂ. પા. ગુરુજીના કાળધર્મ પછી પોતાના વડીલ ગુરુભાઈ આચાર્ય શ્રી વિજેયમેઘસૂરિજી મહારાજને જણાવીને જતા, અને તેમના કાળધર્મ પછી પોતાનાથી નાના મુનિઓને પણ જણાવ્યા સિવાય મહારાજજી કોઈ દિવસ ઉપાશ્રયની બહાર જતા નહીં. મહારાજજી જ્યારે ઉપાશ્રયની બહાર જતા ત્યારે વિરપવાદરૂપે લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજનું એકવીસ વાર નામસ્મરણ કરીને જ જતા.
૧૪. પાટણનિવાસી શેઠ શ્રી જીવણલાલ લલ્લુભાઈનાં બાળવિધવા બહેન શ્રી મંગુબેન મહારાજજી પાસે લાંબા સમય સુધી ભણેલા અને અભ્યાસના પરિણામે ક્રમે કરીને શ્રી મંગુબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તે અન્ય સમુદાયનાં સાધ્વીજી પાસે. તેમણે પૂ. પા. મહારાજજીને પોતાની દીક્ષા લેવાની ભાવના અને સમુદાયની રુચિ જણાવી; અને વિશેષમાં જણાવ્યું કે દીક્ષા તો આપના હસ્તે જ લેવી છે. ત્યારે મહારાજજીએ પોતાના શ્રીહસ્તે મંગુબહેન તેમને અભીષ્ટ સમુદાયનાં શિષ્યા થાય તે મુજબની જ દીક્ષા આપી. શ્રી મંગુબહેન બીજા સમુદાયનાં સાધ્વી થાય તે બાબત સાથેના કોઈક મુનિઓને ગમતી ન હતી, પણ તે મુનિઓનો અણગમો વહોરીને પણ મહારાજજીએ જ દીક્ષાવિધિ કરાવી હતી. આ મંગુબહેન તે વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી.
૧૫. વિ. સં. ૧૯૯૬માં હું સત્તરીચૂર્ણિનું સંશોધન-સંપાદન કરતો હતો. આ ગ્રંથમાં આવતા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણિના સ્વરૂપને સમજવું મારા માટે મુશ્કેલ હતું. આથી પૂ. પા. મહારાજજીને મેં વિનંતી કરી કે સત્તરીચૂર્ણિમાં આવતું ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમજવું છે, તો હું આપની પાસે ક્યારે આવું? મહારાજજીએ કહ્યું કે રોજ રાતના ૮ વાગ્યા પછી આવજે, હું રોજ રાતના મહારાજજી પાસે જતો અને રાતના ૧૨-૧૨ વાગ્યા સુધી બેસતો. બધું સમજ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે, આ વિષય એવો છે કે આપણે સમજીએ, પણ તેનું દઢ પરિશીલન ન રહે તો, તે ફરી દુર્ગમ બની જાય છે. બે જ વર્ષમાં મારા માટે પણ
શ્રી પુણચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org