Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 246
________________ આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની ખોટ પડી. આગમપ્રભાકર, શીલના ઉપાસક, દીર્ઘતપસ્વી, મૂક સાહિત્યસેવી વિદ્વાન મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું છે. એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણને કેવી વિરલ અને ઉપકારક વિભૂતિની ખોટ પડી છે. પૂજ્ય મુનિ પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તેમ જ તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ આ બન્ને મહાપુરુષો જ્ઞાનના સાચા ઉપાસક હતા. આ બન્ને વિદ્વાન મુનિવરોએ પ્રાચીન સાહિત્યસંશોધન તેમજ સાહિત્ય-પ્રકાશનમાં ઊંડો રસ લઈ ઉત્તમ કોટીનું કાર્ય કર્યું છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પણ આ બન્ને મહાપુરુષોની પ્રેરણા અને આશીર્વાદથી એમણે આપેલા વારસાને દીપાવ્યો અને વિકસાવ્યો હતો. મુનિ શ્રી પુણ્યવિજયજીએ ગુરુ અને દાદાગુરુના પગલે પગલે સાહિત્ય-સંશોધન અંગે અનેકવિધ કાર્ય કર્યું છે. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન અણીશુદ્ધ અને ભૂલ વગરનું થાય તે માટે મુનિજીએ બધા જ પ્રકારની ચીવટ રાખી છે. તે માટે જરૂરી હસ્તપ્રતો એકત્રિત કરી, અસ્તવ્યસ્ત અને જીર્ણ થયેલી હસ્તપ્રતો વ્યવસ્થિત અને સુરક્ષિત કરી અને જરૂરી પ્રતો ફરી લખાવી તૈયાર કરાવી. આ કાર્ય માટે અનેક જૈન ભંડારોમાં કલાકો સુધી બેસી જ્ઞાનભંડારો પણ વ્યવસ્થિત કર્યા, હસ્તપ્રતોનાં સૂચિપત્રો તૈયાર કર્યા અને મહત્ત્વની હસ્તપ્રતોની માઈક્રો ફિલ્મ પણ લેવરાવી. આ રીતે આપણો પ્રાચીન સાહિત્યનો અમર વારસો જાળવી રાખવામાં એમનો ફાળો અમૂલ્ય છે. એમણે સંપાદિત કરેલા ગ્રન્થો તેમના ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્ય તેમજ વિદ્વત્તાના ઘોતક છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ તેમજ જૂની ગુજરાતી ભાષાના સારા અભ્યાસી હતા. દર્શનશાસ્ત્રો, છન્દશાસ્ત્ર, તેમજ વ્યાકરણ વગેરેનું પણ તેમનું જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ તેમના ગુરુ સાથે કરેલું વસુદેવહિન્વીનું સંપાદન તેમનામાં રહેલી ઉચ્ચ પ્રકારની સંશોધનશકિત અને વિદ્વત્તા તેમજ ખંતની સાક્ષી પૂરે છે. તેમનાં અન્ય સંપાદનો જેવાં કે કૌમુદીમિત્રાનંદનનાટક, પ્રબુદ્ધરૌહિણેય નાટક, ધર્માલ્યુદય નાટક વગેરે અનેક ગ્રંથોમાં તેમની ચીવટ તેમજ વિદ્વત્તા જણાઈ આવે છે. એમનાં મહત્ત્વનાં સંપાદનોમાં બૃહત્કલ્પભાષ્ય, જીવકલ્પસૂત્ર, કથાર–કોષ, ધર્માલ્યુદય મહાકાવ્ય વગેરે ગણાવી શકાય. આવા બધા ગ્રન્થોનું સંશોધનકાર્ય ખરેખર ઘણી જ વિદ્વત્તા, ચીવટ તેમજ કુશળતા માંગી લે છે. તેમનું ઘણું જ મહત્ત્વપૂર્ણ કાર્ય આગમોના પ્રકાશનનું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમજ દાતાઓના સહકારથી તેમણે ૪૫ આગમોનું સંપાદનકાર્ય આરંભેલું, પણ દૈવયોગે ત્રણ આગમ સુધી જ એ કાર્ય આજે પહોંચ્યું છે. તે કાર્ય ચાલુ રહે એ જોવાની જૈન સમાજના દાનવીરો, સંસ્થાઓ, સંઘો અને વિદ્વાનોની ફરજ છે. 211 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252