Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 248
________________ આવ્યાં. પેટીમાં ક્યાં ક્યાં પુસ્તકો મૂક્યાં છે, તેનાં નામ પેટી ઉપર લખાવ્યાં; તેમ પોથી ઉપર પણ પોથીનું નામ અને નંબર લખાવ્યાં, કે જેથી સરળતાથી પુસ્તક મળી શકે. ગ્રંથસૂચિની પ્રસિદ્ધિઃ અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરેલી જ્ઞાનસામગ્રીને પ્રસિદ્ધિમાં મૂકવાનો મહાવિકટ પ્રશ્ન હતો. પરંતુ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનું આ મહાન કાર્ય વિદ્વાનો, યુનિવર્સિટીઓ તથા પ્રકાશક સંસ્થાઓથી અજાણ્યું ન હતું. વડોદરાની ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ -મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાએ કામ ઉપાડી લીધું અને તેનો પહેલો ભાગ સને ૧૯૬૧માં સીરીઝ નં. ૧૩૫માં છપાવ્યો, અને બીજો ભાગ સને ૧૯૬૬માં સીરીઝ નં. ૧૪૯માં છપાવ્યો. દરેકની કિંમત અનુક્રમે રૂા. ૨૫ અને રૂા. ૨૪ રાખવામાં આવી. આ ભગીરથ કાર્ય મહાન સમર્થ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી વગેરે અનેક ભાષાઓ જાણનાર પંડિત વગર થઈ શકે જ નહિ, અનેક ગ્રંથોનું અવલોકન કરનાર, લિપિના મરોડ જાણનાર, વિવિધ પ્રકારનું જ્ઞાન હોય તે જ સુંદર રીતે કરી શકે. આ સઘળું કાર્ય કરનાર તપસ્વી અને ત્યાગી, સતત કાર્યશીલ, પૂ. શ્રી પુણ્યવિજયજી હતા. તેમના હાથે ખંભાતના તાડપત્રીય જ્ઞાનભંડારનો ઉદ્ધાર થયો, તે ખંભાતનું મહત્વ સદ્ભાગ્ય છે. તેઓશ્રી છેલ્લા વિ. સં. ૨૦૨૫ (ઈ. સ. ૧૯૬૮)ના પ્રારંભમાં ખંભાત પધારેલા. જ્ઞાનભંડારના મકાનનું નિરીક્ષણ કરેલું, શાળાના વિદ્યાર્થીઓને તા. ૭-૧-૬૯ના રોજ ઉબોધન કરેલું જ્ઞાનભંડારોની મુલાકાત લીધેલી; જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુઓને તૃપ્તિ અને શાંતિ આપેલી. તેઓની સમદષ્ટિ હોવાથી જૈન અને જૈનેતર તેમના સમાગમમાં નિરંતર આવતા. આ તેજસ્વી તારલાની જ્યોત તો સદા વલંત જ રહેશે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી રવીન્દ્ર ભટ્ટ “જન્મભૂમિ' પત્રોના મુખ્ય પ્રતિનિધિ, અમદાવાદ. “જન્મભૂમિ' દૈનિક, મુંબઈ, તા. ૪-૭-૭૧ પૌરસ્ય જ્ઞાનના પંડિત, પ્રાચીન જ્ઞાનભંડારો અને જ્ઞાનગ્રંથોના ઉધ્ધારક તથા ભારતીય પ્રાચીન ભાષાઓના એક પ્રખર વિદ્વાન, અદ્વિતીય સંશોધક, પ્રજ્ઞા, શ્રદ્ધા, કર્મનિષ્ઠા તથા ધર્મનિષ્ઠાના પ્રતીક, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના ગયે મહિને થયેલા દેહાવસાન સાથે હેમચંદ્રસૂરિની કક્ષાનો એક મહાન આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે. - અઢારસો પંચાણુંના ઓક્ટોબરની સત્તાવીસમી તારીખે ખેડા જિલ્લાના કપડવંજ ગામે એક મધ્યમ વર્ગના જૈન કુટુંબમાં જન્મેલા અને બાળવયે જ, એટલે કે બે-ચાર મહિનાની ઉંમરે જ, આગની લપેટમાંથી એક વહોરા સર્જનને હાથે જીવતદાન પામેલ મણિલાલ ડાહ્યાભાઈએ ચૌદ વર્ષની બાળવયે મુનિ શ્રી ચતુરવિજયજી પાસે વડોદરા નજીક છાણી ખાતે દીક્ષા ગ્રહણ કરી, પુણ્યવિજયજી બની આરંભેલ જ્ઞાનયજ્ઞની કદાચ દુનિયાના . 213 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252