Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 250
________________ મુનિ શ્રી પુણ્યવિજયજી તેમના જીવનનાં છેલ્લાં ચાલીસ બેંતાળીસ વર્ષ દરમિયાન જૈન આગમોના સંશોધન-સંપાદનના કામમાં રત હતા. મહારાજશ્રીનો એ મનોરથ હતો કે જૈનધર્મના આ પ્રમાણભૂત ગ્રંથોની સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય તથા તેના આધારે અમદાવાદમાં એક “આગમમંદિર’ની રચના કરવામાં આવે. ગ્રંથોનું સંપાદનકાર્ય પરંતુ ગ્રંથો અને ગ્રંથભંડારોને સુરક્ષિત તથા વ્યવસ્થિત કરવા, જ્ઞાનપિપાસુઓને સહાય અને માર્ગદર્શન આપવું, આગમોનું સંશોધન તથા સંપાદન કરવું, એટલું જ કરીને પુણ્યવિજયજી બેસી નથી રહ્યા. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે અને તેમના દ્વારા સંપાદિત ગ્રંથ વિદ્વજતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે. વળી, તેમની તીક્ષણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકતી હોવાને કારણે તેમણે જે કાંઈ સંપાદિત કર્યું છે એ મહત્ત્વનું હોય છે. “બૃહત્કલ્પ' જેવો મહાગ્રંથ, જૈન આચાર્યો અને આગમધરોના વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો અને એ ગ્રંથનું મહત્ત્વ વિદ્વજગતમાં અંકાયું. તેવો જ બીજો ગ્રંથ “વસુદેવહિપ્પી''; તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી સતત વિદ્વાનો તે વિશે કાંઈ ને કાંઈ લખતા રહ્યા છે, તેની ભાષાની દૃષ્ટિએ અને કથાવસ્તુની દૃષ્ટિએ તથા ગુણાઢચની ‘બ્રહત્કથા' જે અત્યારે અનુલબ્ધ છે, તેની સામગ્રીનો ઉપયોગ વસુદેવહિાડી''માં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનોને મન ઘણી છે. ‘‘અંગવિજા” નામનો ગ્રંથ આમ તો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે, પણ તેમાં જ ભારતીય સંસ્કૃતિ વિશેની સામગ્રી ભરી પડી છે તે ધ્યાન ખેંચે તેવી છે. “અંગવિજા” ભારતીય સાહિત્યમાં એના પ્રકારનો એક અપૂર્વ મહાકાય ગ્રંથ છે. સાઠ અધ્યાય અને નવ હજાર શ્લોકોમાં પથરાયેલા આ ગ્રંથમાં ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે તથા જન્મ-કુંડળીના બદલે માનવીની સહજ પ્રવૃત્તિ-હલન-ચલન, રહન સહન–ના આધારે ફલાદેશ નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી પુણ્યવિજયજીએ પોતે આ ગ્રંથની સંપાદકીય નોંધમાં લખ્યું છે કે, “કોઈ વૈજ્ઞાનિક દષ્ટિવાળી વ્યકિત, ફલાદેશની અપેક્ષા સાથે, આ શાસ્ત્રનું અધ્યયન કરે તો આ ગ્રંથ બહુ જ કીમતી છે.” આ ગ્રંથનો આ ઉપરાંત આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તેમજ ઈતિહાસની દષ્ટિએ અભ્યાસ કરાય તો પણ તેમાંથી ઘણું નવું જ્ઞાન લાધી શકે તેમ છે. વ્યક્તિત્વની ઝાંખી અંતમાં મુનિ શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં પુણ્યવિજયજીનું ચારિત્રચિત્રણ કરી આ ભાવાંજલિ પૂરી કરીશ. તેમણે જણાવ્યું છે કે “ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જોવું હોય, નમ્રતા, સરળતા અને પુરુષાર્થની મૂર્તિ જોવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા “વવા” એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હોય, “જ્ઞાને મૌન'ની ઉક્તિનાં યથાર્થ દર્શન કરવાં હોય, કાર્યના અનેક બોજ વચ્ચે પાગ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું દર્શન કરવું હોય, તો મુનિ શ્રીને જુઓ અને તમને ઉપરોક્ત તેમજ બીજા અનેક ગુણોનું દર્શન લાધશે.” આવો આ પવિત્ર, કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ, વિદ્વાન, સરલ અને ઉદાર આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો 215 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252