Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 244
________________ સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી “ધર્મપ્રિય” મુ. શ્રી પુણ્યવિજયજીને સંશોધનકાર્ય માટે અનહદ રસ હતો. પોતાને સંગ્રહણીનું દર્દ હોવા છતાં, અને તે વખતે પાટણનું પાણી તેમની તબિયતને અનુકૂળ નહોતું તો પણ, સંશોધનકાર્ય માટે લાગલગાટ સોળ વર્ષ સુધી પાટણમાં રહ્યા હતા. શ્રી જિનાગમોના સંશોધનમાં તેમણે આપેલ ફાળાથી આકર્ષાઈ અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેમની માનદસભ્ય તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કર્યું હતું. જેસલમેર તથા ખંભાતના સંધના ભંડારોમાં રહેલ સંખ્યાબંધ ગ્રંથોને વ્યવસ્થિત કરી તેની સૂચિ તૈયાર કરવાનું અને જીર્ણશીર્ણ પ્રતોની માઈક્રો ફિલ્મ તૈયાર કરાવી તેની જાળવણી કરવાનું કાર્ય તેમણે હમણાં જ પૂરું કર્યું હતું. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટયુટની સ્થાપના અને સંચાલનમાં તેઓશ્રીનો મહત્ત્વનો ફાળો હતો. મુ. શ્રી પુણ્યવિજયજીએ, કેટલાક સંઘોએ વિનંતી કરવા છતાં, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદએવી કોઈપણ પદવી સ્વીકારવા માટે પોતે તૈયારી બતાવી નહોતી અને એવી વિનંતીઓનો સવિનય ઈન્કાર કર્યો હતો. જાહેરાતનો તેમને બિલકુલ મોહ ન હતો. તેઓશ્રી કહેતા કે મારે કોઈ પદ કે પદવી જોઈતી નથી. મેં જે મુનિપદ લીધું છે તે જ સાચવી રાખું એટલે બસ. લગભગ બાસઠ વર્ષની સંયમયાત્રા દરમ્યાન તેમણે કોઈ જગાએ ઉપધાન કે ઉજમણાં કરાવ્યાં નથી. તેમ સંઘને કોઈપણ પ્રકારના ખર્ચના ખાડામાં ઊતરવું પડે એવી પ્રવૃત્તિ કે પ્રેરણા કરી નથી. માત્ર જ્ઞાનની આરાધનામાં જ તેઓ મસ્ત રહેતા. આજે સાધુઓમાં જે શિષ્યવ્યામોહ જોવામાં આવે છે તે પણ તેમનામાં ન હતો. તેમના શિષ્ય થવા માટે સ્વયં આવેલા પૈકી માત્ર બે કે ત્રણને જ તેમણે દીક્ષા આપી છે. સામાન્ય જ્ઞાન વધે ત્યારે અભિમાન વધે અને આચારમાં સ્કૂલના આવે, પરંતુ મુનિશ્રી પુણ્યવિજયજીએ એ કથન પોતાના સંબંધમાં ખોટું પાડ્યું હતું. સાધુધર્મના આચારોનું તેઓ ખૂબ આદરપૂર્વક પાલન કરતા અને એ આચારોનું સાધુઓએ શાસ્ત્રવિહિતપણે પાલન કરવું જોઈએ એમ કહેતા. એ આચારસંહિતાના નિયમોમાં પોતાનાથી કોઈ વખતે કાંઈ ભૂલ થઈ હોય તો એકરાર પણ કરતા. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ જૈન સેવક” માસિક, મુંબઈ, જૂન, ૧૯૭૧. આગમો એ જ આપણું આલંબન છે. આવી આગમોની વાણીને મહેનત કરી, લીંબડી, જેસલમેર, પાટણ, વડોદરા, છાણી, ખંભાત, ભાવનગર વગેરે જ્ઞાનભંડારોમાંથી ચીવટપૂર્વક સંશોધન કરનાર; આ બધા જૈન, હિંદુ, બૌદ્ધ ધર્મના ગ્રંથો, જેમાં ધર્મ, સાહિત્ય, કળા, ઈતિહાસ, જ્યોતિષ વિષે સમૃદ્ધ જ્ઞાનનો ભંડાર છે, 209 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252