Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 245
________________ એનાં ચોંટી ગયેલાં પાનાઓને સંભાળીને ઉખેડવાં, એનાં તૂટી ગયેલાં પાનાંઓના ટુકડા પ્લાસ્ટીક અસ્તરોમાં રાખી સાચવવા, જોડવા; એમાં લખાયેલી સંસ્કૃત, પ્રાકૃત, માગધી, મધ્યયુગની ગુજરાતી ભાષાને સમજવી; તેનાં અર્થ-પ્રકાશનો કરવાં; એનાં સૂચીપત્રો બનાવવાં, એની ફોટોસ્ટેટ કોપી, માઈક્રો ફિલ્મ કોપી કરાવવી; એનાં પ્રદર્શનો યોજવાં; એ ગ્રંથોના જ્ઞાનની લહાણી જ્ઞાનપિપાસુ દેશ-પરદેશના વિદ્વાનોને કરી, અનેક સંશોધકોને ઘડવા; અનેકોમાં જ્ઞાનની સંજીવની છાંટવી; અને આ બધું શોધેલું-સંગ્રહેલું જરૂર પડતાં, ગમે તેવા દામ આપી ખરીદવું; આ પ્રાચીન તાડપત્રો, ચિત્રસામગ્રીઓ, કળાના બેનમૂન નમૂનાઓને સંગ્રહવા; જ્ઞાન-ભંડારો, પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપવાં અને જ્ઞાનપિપાસુને ગમે તેવી કીમતી પ્રતો વિના સંકોચે અપાવનાર; આ વિશ્વના વિદ્વાનોના પ્રેમી; વિશ્વમાનવ; આગમોના ખજાનચી, તત્ત્વશીલ પ્રભાવિક વ્યાખ્યાતા; ચંદ્ર જેવા શીતલ, સાગર જેવા ગંભીર; રાત-દિવસ જેવા ગંભીર; રાત-દિવસ સતત કામમાં રહેનાર; સદા પ્રસન્ન મુખવાળા, નમ્ર, આચાર્ય પદવી લેવાનો ઈન્કાર કરનાર; ગમે તે ફિરકા કે સંપ્રદાયને હેતથી આવકારનાર ને દુઃખિયાઓના દુઃખથી કરુણાભીના થનાર; ગમે તે સમયે ગમે તેવા સખત કામમાં પણ ખપીને બોધ આપવા ખાતર તત્પર રહેનાર; ગરીબ-તવંગરને સમદષ્ટિથી જોનાર; નાના બાળકને વિદ્વાનને હેતથી આવકારનાર; મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમોના પ્રકાશનની યોજનાના પ્રાણસ્વરૂપ; નિષ્કામ સેવાભાવી; ત્યાગમૂર્તિ, પરમપૂજ્ય ગુરુદેવ આત્મારામજી મહારાજના જ્ઞાની શિષ્યરત્ન પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી દાદાના શિષ્યરત્ન પૂ. ચતુરવિજયજી મહારાજના શિષ્ય; ૭૬ વર્ષના બાલબ્રહ્મચારી; પુણ્યપુરુષ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેઠ વદી ૬ સોમવારે મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. તેમનો જન્મ કપડવંજમાં સં. ૧૯૫૨માં જ્ઞાનપંચમીના પવિત્ર દિને થયો હતો. નાની ઉંમરમાં ધર્મને રંગે રંગાઈ ૧૯૬૫માં દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા, અને જૈન આગમોના તો પરમજ્ઞાની હતા. તાજેતરમાં અમેરિકી ઓરીએન્ટલ સોસાયટી તરફથી તેમને માનદ સભ્ય નિયુક્ત કરવામાં આવેલ. જ્ઞાનભંડારોના ઉદ્ધારોની સાથોસાથ તેઓ જીર્ણશીર્ણ થઈ ગયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં સિદ્ધહસ્ત હતા. દિવંગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ શ્રી “રકતતેજ” ફતે યેન મહત્કાર્ય, જ્ઞાનદીપપ્રકાશનમ ! વસ્થ મહદ્રુપકારક, પુણ્યાય તઐ નમોસ્તુ મે | - “રકતતેજ:” - “જૈન ધર્મ પ્રકાશ' માસિક, ભાવનગર, જુલાઈ, ૧૯૭૧ પ્રાચ્ય સાહિત્ય-સંશોધન ક્ષેત્રનો એક તારક સં. ૨૦૨૭ના જેઠ વદી છઠ્ઠને સોમવારના દિવસે વિલીન થયો. વિશ્વ એક આદર્શ ચરિત સંતને ગુમાવ્યા. જૈન સમાજે ઉચ્ચ આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. શ્રી પુણ્યચરિત્રમ્ 210) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252