Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 229
________________ વિદ્યાસાધનાની તીવ્ર ઝંખનાનું સૂચન કરે એવી છે. મુશ્કેલીથી ઉકેલી શકાય એવી લિપિઓમાં લખાયેલી શાસ્ત્રીય તેમ જ બીજા અનેક વિષયોની પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલવાનું અને એની શુદ્ધ અને સ્વચ્છ નકલ કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે, અને નવા લહિયાઓ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો નથી. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલું બધું કાર્ય એકલે હાથે કરેલું હોવા છતાં જ્ઞાનભંડારોના રક્ષણ, જ્ઞાનપ્રસાર અને આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના ઉદ્ધારની દિશામાં હજુ પણ ઘણું ઘણું કરવાનું બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ વધારવું હોય તો મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીના હાથે થયેલ અને ઉપર સૂચવેલ છયે છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણને ચાલવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈન સંઘેશ્રમણસમુદાયના અગ્રણીઓએ અને શ્રાવકસંઘના અગ્રણીઓએ - સત્વરે કરવી જોઈએ. આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના શિષ્યોના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયજંન્સૂરીશ્વરજી મહારાજના પ્રયાસથી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ શ્રી ચતુરવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી અને એમના શિષ્યોના પ્રયાસથી તેમજ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા છે, તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ તૈયાર થવી અને એમની સામગ્રીનો અભ્યાસીઓ સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આવી સૂચીઓ અને આવી વ્યવસ્થાના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપાણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશક્ય ન બની જાય, તે આપણે જોવું જોઈએ. નહીં તો છતી સામગ્રીએ આપણે વિદ્વાનો અને જિજ્ઞાસુઓ આગળ દરિદ્ર દેખાઈશું. પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શ્રમાગસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે; અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈન સંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પાર ઉદારતાથી ખરચે છે. આ બધું જ છે, છતાં એ બધામાં જે વ્યવસ્થા અને સળંગસૂત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. આ બધા કથનનો સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનપ્રચારની આપણી કોઈપણ પ્રવૃત્તિ કેવળ જૈન સંઘને જ લક્ષમાં રાખીને નહીં પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર કપરું-અતિ કપરું છે, પણ અશક્ય તો નથી જ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી તથા અન્ય વિદ્વાન આચાર્યો, મુનિવરો અને ગૃહસ્થોની કામગીરી આ બાબતમાં સારી રીતે માર્ગદર્શક બની શકે એમ છે. જે રીતે બની શકે એ રીતે જ્ઞાનોદ્ધારના મુશ્કેલ કાર્યને આગળ વધારવા જૈન સંઘ સજ્જ બને એ જ અભ્યર્થના. શ્રી પુણ્યચરિત્રમ્ 202 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252