Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 230
________________ ઉત્કટ જિજ્ઞાસા અને ઉદ્દીપ્ત શ્રમસાધનાના અવિરત જલસિંચન વડે પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાને ફલદાયિની બનાવનાર શ્રમશીલ સંશોધક, દૃષ્ટિસંપન્ન સંપાદક ને વિનમ્ર વિધર્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી ધીરુભાઈ પરીખ - ‘‘કુમાર’’ માસિક, અમદાવાદ; ફેબ્રુઆરી, ૧૯૭૨ આજથી લગભગ પોણો સો વર્ષ પહેલાંની વાત છે. કપણવંજ ગામમાં ત્યારે ભારે આગ લાગેલી. ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં એક મકાન ભડકે બળતું હતું. એ વખતે ત્યાંથી પસાર થતા, એક મુસલમાન વહોરા ભાઈએ મકાનમાંથી આવતો કોઈ બાળકના રુદનનો સ્વર સાંભળ્યો–અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ એમાં ધસી ગયા ! જોયું તો, ચારેક માસનો એક બાળક અગનજ્વાળાઓ વચ્ચે પારણામાં પડચો પડચો રડતો હતો. બાળકને લઈને એ વહોરા ભાઈ બહાર નીકળી ગયા. હિંદુનું બાળક હતું એટલે કોઈ હિંદુને ત્યાંથી પાણી લાવીને એને પાયું અને દૂધ પાઈને એક દિવસ રાખ્યું. બીજે દિવસે એમણે એ બાળકના વાલીની ખોજ આદરી. આ તરફ નદીએ કપડાં ધોવા ગયેલી માતા પાછી ફરતાં આગમાં ભરખાયેલું પોતાનું મકાન નજર સામે પડ્યું અને તરત જ પારણામાં સુવાડીને ગયેલી તે પોતાના વહાલસોયા પુત્ર આંખ સામે તરવરી રહ્યો. માનું હૃદય ભાંગી પડ્યું ! એણે માની લીધું કે પોતાનો પુત્ર આગની જ્વાળામાં સ્વાહા થઈ ગયો હશે. ત્યાં તો બીજે દિવસે પેલા પરોપકારી અને સાહસિક વહોરા ભાઈએ એ માતાને પુત્ર એના હાથમાં મૂક્યો અને એના જીવમાં જીવ આવ્યો. રામનાં રખવાળાં ખરેખર અકળ હોય છે ! એ બાળક તે જ મુનિ શ્રી પુણ્યવિજયજી. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વદ્દર્ય વિભૂતિના પ્રાકટચનો દૈવી સંકેત કોણ કળી શક્યું હશે? આવા મુનિજીનો જન્મ ઈ. સ. ૧૮૯૫ને સત્તાવીશમી ઓકટોબર રવિવારે થએલો. વિ. સં. પ્રમાણે એ દિવસ કાર્તિક સુદ પાંચમનો. જૈનધર્મ પ્રમાણે એ જ્ઞાનપંચમી. આમ, જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા પુણ્યવિજયજીએ આજીવન તીવ્ર જ્ઞાનોપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યો. પુણ્યવિજયજી તો એમનું દીક્ષાનામ; એમનું જન્મનામ તો હતું મણિલાલ. પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી. પત્ની તથા પુત્રને કપડવંજમાં મૂકી એમણે મુંબાઈમાં નસીબ અજમાવવું શરૂ કરેલું; ત્યાં જ આ આગનો અકસ્માત બન્યો, એટલે તરત જ એ વતન આવી, પત્ની માણેકબેન અને પુત્ર મણિલાલને પોતાની પાસે મુંબાઈ લઈ ગયા. આ રીતે પુણ્યવિજયજીનાં બાળપણ અને કિશોરકાળ મુંબાઈમાં વીત્યાં. પિતા ડાહ્યાભાઈ ધંધાર્થી છતાં ય ધર્મબુદ્ધિવાળાં. માતા માણેકબેન તો પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સન્નારી. એમના જમાનામાં જ્યારે કન્યા કેળવણી નામવત્ હતી ત્યારે માણેકબેને ગુજરાતી છ ધોરણનો અભ્યાસ કરેલો. માતાનું આ વિદ્યાીજ જ પુત્ર મણિલાલમાં છેવટે વિકસીને વટવૃક્ષ બન્યું: મુંબાઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં જ પિતાનું અવસાન થયું. ધર્મનિષ્ઠ વિધવા માતાને હવે દીક્ષા લેવા પ્રબળ ઈચ્છા થઈ. પરંતુ પુત્રની બાળ વય જોઈ વિચારમાં પડી ગયાં. આખરે શ્રી પુણ્યચરિત્રમ્ 203 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252