Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 223
________________ શુદ્ધ આરાધના કરીને જીવનને શુદ્ધ બનાવવું એ જુદી વાત છે. જ્ઞાન અને ચારિત્રની સમાન રીતે આરાધના કરવાથી જઆથઈ શકે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછી જોવા મળે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન આવી ઉત્તમ વ્યક્તિઓમાં આગલી હરોળમાં શોભે એવું હતું. વિશાળ દષ્ટિ કેળવીને તેઓએ સમભાવને જીવનમાં ઉતાર્યો હતો; અને એમ કરીને રાગદ્વેષ અને કષાયો ઉપર કાબૂ મેળવ્યો હતો. જૈન પરંપરામાં, છેલ્લા બે હજાર વર્ષમાં, અનેક પ્રભાવકો મહાપુરુષો થઈગયા. એમાં જ્ઞાન અને સંયમ એ બન્નેની આરાધનાની દષ્ટિએ બે આચાર્ય, મહારાજ અને એક ઉપાધ્યાયજી મહારાજ એમ ત્રણ શ્રમણભગવંતો આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, જે આ પ્રમાણે છે પહેલા છે, આચાર્ય મહારાજશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ. તેઓ વિક્રમની આઠમી નવમી સદીમાં થઈ ગયા. બીજા, વિક્રમની બારમી-તેરમી સદીના મહાન પ્રભાવક પુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને જૈન શાસનના ત્રીજા જ્યોતિર્ધરતે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. તેઓ વિક્રમની સત્તરમીઅઢારમી સદીમાં થઈ ગયા. પરમપૂજ્ય પુણ્યવિજજી મહારાજ આ મહાન વિભૂતિઓ નજીક આવી શકે એવી વિરલ વિભૂતિ હતા. ધર્મમય જ્ઞાનજ્યોતિને વંદના જૈન' સાપ્તાહિક, ભાવનગર, તા. ૧૯-૬-૭૧ અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ આત્મસાધના કે આત્મસાક્ષાત્કારનો એટલે કે અંતરને સત્-ચિત્ આનંદમય બનાવવાનો સફળ ઉપાય છે. મતલબ કે જે સાધના અહિંસા અને કરુણાના મંગલમય માર્ગે આત્માને નિર્મળ અને સર્વમિત્ર બનાવવામાં સહાયરૂપ ન થાય એ સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના પોતાની જાતના અને વિશ્વના સત્ય સ્વરૂપનું સુરેખ દર્શન કરાવવામાં ઉપયોગી ન થાય એ યથાર્થ જ્ઞાનોપાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાનોપાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરભિત અને જ્ઞાનની જ્યોતથી સદાય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદાય ધબકતી રહેતી હતી; તેઓ સ્વયં જ્ઞાનજ્યોતિ જ હતા. તેઓશ્રીનો થોડોક પણ નિકટનો પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતો કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા વધે ? અને એનો એવો જ આલાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદ્વત્તાથી વિશેષ શોભાયમાન બની હતી; તેઓની વિદ્વત્તા સાધુતાના પારસસ્પર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી; અને આવી વિમળ સાધુતા અને નિર્ભેળ વિદ્વત્તાના સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન સમભાવપૂર્ણ, શ્રી પુણ્યચરિત્રમ્ 196 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252