Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 225
________________ પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી શાણી સલાહ અને ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈપણ સમુદાયની સાધ્વીજીઓ પ્રત્યેની તેઓના લાગણી તો દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુરુ હોવાની સાથે સાથે ધર્મપિતારૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રતો, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીનો જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વી-ભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીના હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવો છે. મહારાજ પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાધ્વીવર્ગ આજે જે ઊંડું દુઃખ અને નિરાધારી અનુભવે છે તેમાંથી પણ મહારાજશ્રી તેઓના જ્ઞાન-ચરિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે. સૌને સ્નેહ, શાંતિ અને સુખની શીતળ છાયામાં આવરી લે એવું, વટવૃક્ષ જેવું વિશાળ એમનું અંતર હતું. આજે એ વાત્સલ્યસભર વડલાની છાયા સદાને માટે સંકેલાઈ ગઈ ! વળી અપ્રમત્તતા, નિસ્પૃહતા, નિખાલસતા, સહૃદયતા અને બાળકસહજ સરળતા જેવા અનેક ગુણરત્નોથી તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની હતી. માનવજીવનને સફળ બનાવનારા ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો એમના જીવનમાં સાકાર બન્યા હતા. તેઓની એકેએક વૃત્તિ અને પ્રવૃત્તિમાં આદર્શ માનવતા અને સારમાણસાઈનું રસાયણ જોવા મળતું; અને તેઓ કેવા મોટા માનવ બન્યા હતા એની સાક્ષી પૂરતું. વિશ્વના વિરલ મહામાનવોમાં મહારાજશ્રીનું સ્થાન સદાય આગળ પડતું અને ગૌરવભર્યું રહેશે એમાં શક નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રગટાવી જાણેલી કે જીવી જાણેલી માનવતા હંમેશને માટે માનવ-જન્મની મહત્તાની કીર્તિગાથા સંભળાવતી રહેશે. મહારાજશ્રી ગુણોના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો ક્યારેય નડતાં ન હતાં. સાચા હીરાનો પારખુ ગમે ત્યાંથી હીરાનો સ્વીકાર કરવામાં ક્યારેય સંકોચ કરતો નથી : ગુણો પ્રત્યની મહારાજશ્રીની દષ્ટિ પણ આવી જ ઉદાત્ત અને ઉમદા હતી. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પોતાની માન્યતાનો ત્યાગ કરવાનો કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવતો ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઉતરતા. કદાગ્રહ કે હઠાગ્રહનો અભાવ અને અનાગ્રહી મનોવૃત્તિ એ મહારાજશ્રીની સત્યભક્તિ અને ભવભીરુ વૃત્તિનું જ સુપરિણામ હતું એમ કહેવું જોઈએ. આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે જૈનધર્મની અનેકાંતદષ્ટિનું અમૃત મહારાજશ્રીના રોમરોમમાં પ્રસરેલું હતું. તેઓ જીવંત અને પ્રયોગાત્મક અનેકાંતવાદરૂપ જ હતા. આ તો બધો મહારાજશ્રીના ધર્મમય આત્માનો મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાનની જ્યોતિથી જળહળતા એકવિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હોય. છેવટે તો જ્ઞાન અને ધર્મ બન્નેનો એક જ આત્મામાં વાસ છે, અને બન્ને એકરૂપ બને છે ત્યારે આત્મસાક્ષાત્કાર થઈ શકે છે. એક મોટા જ્ઞાની કે શાસ્ત્રપારગામી મોટા વિદ્વાન તરીકેની મહારાજશ્રીની સફળતાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ માનવું પડે છે કે આ પણ જન્મજન્માંતરની નિષ્ઠાભરી શ્રુતભક્તિનું જ સુપરિણામ શ્રી પુણ્યચરિત્રમ્ 198 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252