Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 220
________________ પુનઃહસ્તલિખિત પુસ્તકોની જરૂરત ઊભી થશે. આ શ્રદ્ધાથી તેમણે જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા'માં હસ્તપ્રત લેખન માટેની વિવિધ સામગ્રી, શાહી બનાવવાની, કાગળ બનાવવાની વિધિઓ, પ્રત સુરક્ષા માટે ઘોડાવજ આદિની પડીકી આદિની ખૂબ ઝીણવટભરી નોંધ કરી છે. સોના-રૂપાની શાહી કેવી રીતે બનાવવી તેની પણ માહિતી આપે છે. શ્રી પુણ્યવિજયજી આમ અત્યારે મનુસક્રીપ્ટોલોજીની આજકાલ બહુ ચર્ચા છે, તે વિષયનું પાયાનું પુસ્તક ઉપલબ્ધ કરી આપે છે. તેમની શ્રદ્ધા ખરે જ સાચી પડી છે. આજે અમદાવાદમાં શ્રુતલેખનમ્ અને અન્ય સંસ્થાઓ દ્વારા હસ્તપ્રતલેખનનું કાર્ય પુનઃ શરૂ થયું છે અને તેમાં શ્રી પુણ્યવિજયજીનું આ પુસ્તક અને પુણ્યવિજયજીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ લક્ષ્મણભાઈ ભોજક આદિનો પાયાનો સહયોગ રહ્યો છે. એમના આ સમગ્ર કાર્યના અભિવાદનાર્થે દીક્ષા પર્યાયના ૬૦મા વર્ષે વડોદરા સંઘે ‘જ્ઞાનાંજલિ' નામે અભિવાદન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. તેમાં ડો. એ. એન. પાળે Muni shri Punyavijayaji : An Institution નામના લેખમાં કહે છે; "He easily shares his information with his other colleagues but also helps with material as well different scholars working in various fields of studies. He has obliged the community of scholars more fruitfully than even a big institution can claim to do." આમ, સંસ્થા સમા, અરે અનેક સંસ્થાના પ્રાણસમાં શ્રી પુણ્યવિજયજી પુણ્યમય જીવન જીવ્યા અને સરળતા, નિષ્પરિગ્રહતા, શુદ્ધ આચાર, જ્ઞાનપીપાસા અને પરમાત્મભક્તિ આદિ ગુણોના અપૂર્વ યોગે સમગ્ર જૈન સમાજ અને વિશ્વસમાજ માટે પરમ આદરણીય બની રહ્યા. તેમના જીવનમાં ક્ષમા આદિ ઉત્તમ મુનિગુણો ઓતપ્રોત થયા હતા, તે અંગેના બે પ્રસંગો પૂજ્ય આચાર્યદિવ શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાથેના અંગત વાર્તાલાપમાંથી જાણવા મળ્યા હતા. પુણ્યવિજયજીએ જેસલમેરથી કેટલીક પ્રતો અમદાવાદમાઈક્રોફિલ્મીંગ માટે મોકલાવી હતી. તેમાંની કેટલીક કથા-સાહિત્ય સંબંધિત હસ્તપ્રતો એક ભાઈએ રાખી દીધી. થોડા સમય બાદ એ હસ્તપ્રત આધારિત સંપાદનો એ ભાઈના નામે પ્રકાશિત થયા. આ ઘટનાથી મુનિશ્રીના વિદ્યાગુરુ શ્રી પંડિત સુખલાલજી અત્યંત ક્રોધિત થયા. તેઓ પુણ્યવિજયજીને મળવા આવ્યા, ત્યારે પુણ્યવિજયજી કપડાનો કાંપ કાઢી રહ્યા હતા. (જૈન સાધુનાં વસ્ત્ર ધોવાની ક્રિયાને કાંપ કાઢવો તરીકે ઓળખાય છે.) તેમણે આવતા બારણામાં જ કહ્યું, ‘એ ભાઈ પર કેસ કરો.” પુણ્યવિજયજી કાંપ કાઢતાં જ ઊભા થઈ આદરપૂર્વક કહ્યું; “ના એ નહિ બને, કારણ હું જૈન સાધુ છું.” 193 શ્રી પુણ્યચરિઝમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252