Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 218
________________ કુમારપાળના જીવનસંબંધી નાનાં-મોટાં લખાણો કરતા રહ્યા છે. તેમણે પાટણ ૧૬ ચોમસાં કર્યાં હોવાથી, તેમની કર્મભૂમિ પાટણના આ પુણ્યપુરુષો વિશે ત્રણ વાર લખી અંજલિ આપી છે. આ ઉપરાંત સકલાર્હતસ્તોત્ર વૃત્તિ સહ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત જેવા ગ્રંથોનાં સંપાદનો કર્યા છે. તેમણે ‘સિદ્ધહેમકુવારસંવત’ અંગે પણ સુંદર અંગુલિનિર્દેશ કર્યો છે. શત્રુંજયની એક ધાતુપ્રતિમા પરથી પ્રાપ્ત સંવત પુણ્યવિજયજી જણાવે છે તેમ આગળ વિશેષ કાળના બળનો ચાલ્યો નથી, પરંતુ કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોતાના યુગની ત્રણ વિલક્ષણ પ્રતિભાઓના નામોલ્લેખનો સમન્વય કરી આ સંવત ચલાવ્યો હશે, તે એમને ધન્યવાદપાત્ર જણાય છે, તેમજ આ મૂર્તિને સાચવવાની વિશેષ ભલામણ કરે છે. એ જ રીતે વસ્તુપાલ-તેજપાલનું જીવન પણ વારંવાર તેમના સંશોધનક્ષેત્રમાં આવતું રહ્યું છે. તેમણે ઉદયપ્રભસૂરિષ્કૃત ધર્માભ્યુદય મહાકાવ્યમ્ સં. ૧૯૪૬થી પ્રારંભી ૧૮૬૧માં સુકૃતકીર્તિ કલ્લોલિન્યાદિવસ્તુપાલ પ્રશસ્તિસંગ્રહ એમ કુલ ચાર સંપાદનો વસ્તુપાલના જીવનને કેન્દ્રમાં રાખી કર્યાં. આ ઉપરાંત પાલીતાણાની વાઘણપોળ અને અન્ય સ્થળોથી પ્રાપ્ત કુલ દસ અપ્રસિદ્ધ શીલાલેખોનું સંકલિત સંપાદન કર્યું. આ સંપાદન પ્રવૃત્તિ દ્વારા તેમણે મધ્યકાલીન ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય ઈતિહાસના અનેક ઉજ્જવલ પૃષ્ઠો પર પ્રકાશ પાથર્યો. તેઓ વસ્તુપાલના વિદ્વત્તા, વિદ્વાનો પ્રત્યેનો ઊંચો આદર ને જૈનધર્મપ્રિયતા, દાનેશ્વરીપણું આદિગુણોની પ્રશંસા કરે છે, વસ્તુપાલનાં શિવાલય, સૂર્યમંદિર આદિ સુકૃત્યોને પણ રાજ્યકર્તાની સમદષ્ટિ અને ઉચિત વર્તન તરીકે દર્શાવે છે, તેમાં તેમની વિશાળતાના દર્શન થાય છે. પુણ્યવિજયજીએ જીવનમાં આમ કુલ ૩૦ જેટલાં સંપાદનો કર્યા, પરંતુ તેમની આ વિશાળ સંપાદન પ્રવૃત્તિ તો તેમના જીવનની એક અન્ય મુખ્ય આવૃત્તિના કેવળ અંશરૂપ પ્રવૃત્તિ હતી. આ ગુરુ-શિષ્યની ત્રણ પેઢીનું મોટું વિદ્યાકાર્ય હોય તો ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરવો. સોળ ચાતુર્માસ પાટણ રહી આ ત્રણ પેઢીએ સંયુક્ત પ્રયાસો દ્વારા પાટણના ૨૦ ભંડારોને એક સ્થળે એકત્રિત કરી ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર’નું સર્જન કર્યું. આ વીસે ભંડારોના ગ્રંથોને વ્યવસ્થિત ગોઠવ્યા. અસ્ત-વ્યસ્ત થયેલી પ્રતોનાં પાનાં એકત્રિત કરવાં એ કેવું વિકટ કાર્ય હોય છે એ તો અનુભવીને જ ખબર પડે. આ કાર્યમાં તેમણે અનેક અમૂલ્ય ગ્રંથો જૈનસંઘને ભેટ ધર્યા, એટલું જ નહિ, બૌદ્ધ, સાંખ્ય, ચાવાર્ક આદિ દર્શનના પણ અલભ્ય ગ્રંથોને વિશ્વ સમક્ષ ઉપલબ્ધ કરી આપ્યા. આ ગ્રંથભંડારનો વિસ્તૃત પરિચય ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિક અંક ૭૩/૪માં શ્રી મણિભાઈ પ્રજાપતિએ કરાવ્યો છે. આવું જ બીજું ગંજાવર કાર્ય જેસલમેરના ગ્રંથભંડારોનું હતું. અત્યંત ઉગ્રવિહાર કરી, ભારત-પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વચ્ચે જેસલમેર જઈ ત્યાંના અનેક જ્ઞાનભંડારો ખોલાવ્યા. એક જ્ઞાનભંડાર ખોલાવવા નવ ટ્રસ્ટીઓની હાજરી જરૂરી હોય, અને ટ્રસ્ટીઓ દેશ-દેશાવરમાં વસતા હોય, પરંતુ આ બધી પરિસ્થિતિઓ પાર કરી જેસલમેરની અપૂર્વ જ્ઞાનસમૃદ્ધિભરી હસ્તપ્રતસૃષ્ટિનો પરિચય આપ્યો, તેનું વિસ્તૃત કેટલોગ (સૂચિપત્ર) શ્રી પુણ્યરિત્રમ્ 191 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252